તાજમહાલ, આગરા – ઉત્તર પ્રદેશ
તાજ મહેલ, તાજ મહાલ કે તાજ મહલ ભારતના આગ્રા શહેરમાં સ્થિત એક મકબરો છે. તેનું નિર્માણ મુઘલ બાદશાહ શાહજહાંએ પોતાની પત્ની મુમતાજ મહેલની યાદમાં કરાવડાવ્યું હતું.
તાજ મહેલ મોગલ વાસ્તુકળાનો ઉત્કૃષ્ટ નમૂનો છે. તેની વાસ્તુશૈલીમાં ફારસી, તુર્ક તથા ભારતીય ઇસ્લામિક વાસ્તુકળાના ઘટકોનું અનોખું સંમિલન દેખાય છે. ઈ.સ. ૧૯૮૩માં તાજ મહેલ યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ બન્યું અને તે સાથે તેને વિશ્વ ધરોહરની સર્વત્ર પ્રશંસિત અત્યુત્તમ માનવીય કૃતિ ઓમાંનું એક કહેવામાં આવ્યું. તાજ મહેલને ભારતની ઇસ્લામી કળાનું રત્ન પણ ઘોષિત કરાવામાં આવ્યો છે.
તાજ મહેલનો સફેદ ઘુમ્મટ આરસના પથ્થરોથી જડેલો છે. તાજમહેલ ઇમારત સમૂહની સંરચનાની ખાસ વાત એ છે કે તે પૂર્ણતઃ સંમિતીય (પ્રતિરૂપતા ધરાવે) છે. તાજ મહેલનું બાંધકામ ઇ. સ. ૧૬૪૮માં પૂર્ણ થયું હતું. તાજ મહેલની બાંધવામાં ૨૦,૦૦૦ કારીગરોને કામે લેવામાં આવ્યા હતા અને તેનું નિરિક્ષણ અમુક સ્થપતિઓએ સામુહિક રીતે કર્યું હતું. ઉસ્તાદ અહમદ લાહૌરી આ સ્થપતિ સમુહના વડા હતા.
તાજમહેલના મકબરાની નીચલી દીવાલો પર પાદપ રૂપાંકન મળી આવે છે. આ શ્વેત આરસના નમૂના છે, જેમાં સજીવ બાસ રિલીફ શૈલીમાં પુષ્પો તથા વેલ-બૂટ્ટાનું સજીવ અલંકરણ કરેલ છે.
આગરાનો કિલ્લો – ઉત્તર પ્રદેશ
આગ્રા નો કિલ્લો એક યૂનેસ્કો ઘોષિત વિશ્વ ધરોહર સ્થળ છે.જે ભારત ના ઉત્તર પ્રદેશ રાજ્ય ના આગ્રા શહર માં સ્થિત છે. આને લાલ કિલ્લો પણ કહેવામાં આવે છે. આના લગભગ ૨.૫ કિ.મી. ઉત્તર-પશ્ચિમમાં જ, વિશ્વ પ્રસિદ્ધ સ્મારક તાજ મહલ સ્થિત છે. આ કિલ્લા ને ચાર દિવાલ થી ઘેરાયેલી પ્રાસાદ (મહેલ) નગરી કહવું સારું રહેશે. આ ભારતનો સૌથી મહત્વપૂર્ણ કિલ્લો છે. ભારતના મુઘલ બાદશાહ બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ અહીં રહેતાં હતાં, અને અહીં થી પૂરા ભારત પર શાસન કરતા હતાં. અહીં રાજ્યનો સર્વાધિક ખજાનો, સમ્પત્તિ અને ટંકસાળ હતાં. અહીં વિદેશી રાજદૂત, યાત્રી અને ઉચ્ચ પદસ્થ લોકોની આવ જાવ લાગી રહેતી હતી, જેમણે ભારતના ઇતિહાસને રચ્યો.
જો આના ઇતિહાસની વાત કરવામાં આવે તો આ મૂલત એક ઈંટોંનો કિલ્લો હતો, જે ચૌહાણ વંશના રાજપૂતો પાસે હતો. આનું પ્રથમ વિવરણ ૧0૮0 ઈ.સ. માં આવે છે, જ્યારે મહમૂદ ગજનવીની સેનાએ આની પર કબ્જો કર્યો હતો. સિકંદર લોધી (૧૪૮૭-૧૫૧૭), દિલ્લી સલ્તનતનો પ્રથમ સુલ્તાન હતો, જેણે આગ્રાની યાત્રા કરી , અને આ કિલ્લા માં રહ્યો હતો. તેણે દેશ પર અહીં થી શાસન કર્યું, અને આગ્રા ને દેશની દ્વિતીય રાજધાની બનાવી. તેની મૃત્યુ પણ , આ જ કિલ્લામાં [૧૫૭૧]] માં થઈ હતી, જેના પછી, તેના પુત્ર ઇબ્રાહિમ લોધી એ ગાદી ૯ વર્ષ સુધી સંભાળી જ્યારે તે પાણીપતના પ્રથમ યુદ્ધ (૧૫૨૬)માં મરણ ન પામ્યો. તેણે પોતાના કાળમાં, અહીં ઘણાં સ્થાન, મસ્જિદો અને કુવા બનાવડાવ્યાં.
ખજૂરાહોનાં મંદિરો – મધ્ય પ્રદેશ
ખજુરાહો ભારત દેશના મધ્ય પ્રદેશ રાજ્યમાં સ્થિત એક પ્રમુખ શહેર છે, કે જે પ્રાચીન તેમ જ મધ્યકાલીન મંદિરો માટે વિશ્વવિખ્યાત છે. આ નગર મધ્ય પ્રદેશ રાજ્યના છતરપુર જિલ્લામાં સ્થિત છે. ખજુરાહો નગરને પ્રાચીન સમય કાળમાં ખજૂરપુરા તેમ જ ખજૂર વાહિકા નામથી પણ ઓળખવામાં આવતા હતા. આ નગરમાં ખૂબ જ મોટી સંખ્યામાં પ્રાચીન હિંદુ અને જૈન મંદિર આવેલાં છે. મંદિરોંનું શહેર ખજુરાહો આખા વિશ્વમાં પત્થરોને વાળીને નિર્મિત મંદિરોં માટે પ્રસિદ્ધ છે. ભારત દેશ ઉપરાંત દુનિયા ભરના આગન્તુક અને પર્યટકો પ્રેમના આ અપ્રતિમ સૌંદર્યના પ્રતીકને જોવા માટે નિરંતર આવતા રહે છે. હિંદુ કલા અને સંસ્કૃતિને શિલ્પીઓએ આ શહેરના પત્થરો પર મધ્યકાલીન સમયમાં ઉજાગર કરી જગતભરમાં પ્રસિધ્ધિ અપાવી છે. કામશાસ્ત્રની વિભિન્ન કલા આ મંદિરોમાં બેહદ ખૂબસૂરતીથી ઉભારવામાં આવેલી છે.
આ રાજવીઓએ કુલ ૮૦ મંદિરોનું નિર્માણ કર્યું હતું. તેમાંથી માત્ર ૨૫ મંદિરો જ હયાત છે આ મંદિરોનું રાજાઓના લાંબા ગાળાના પ્રયાસોના ફળસ્વરૂપે નિર્માણ થયું હતું.
પ્રારંભિક સમયમાં નિર્મિત બધા જ મંદિરો ગ્રેનાઈટથી બન્યા છે; જેમાં ચોસઠ યોગીનીનું મંદિર મુખ્ય છે. મંદિરના તોરણની આલંકારિક શૈલી સ્થાપત્યનું ઉતમ ઉદાહરણ છે. ખજૂરાહોના મંદિર પશ્ચિમ પૂર્વી તથા દક્ષિણના ક્ષેત્રસમૂહોમાં વિભાજીત કરેલ છે. ચોસઠ યોગિનીનું મંદિર ઉપરાંત લગુઆ મહાદેવ મંદિર,પાર્વતી મંદિર,લક્ષ્મણ મંદિર, દુલાદેવ મંદિર, તથા ચતુર્ભુજ મંદિર વગેરે પ્રસિદ્ધ મંદિરો છે. દેશવિદેશના હજારો પ્રવાસીઓ વર્ષે તેની મુલાકાત લે છે.
જો આ ખજુરાહો ના ઇતિહાસની વાત કરવામાં આવે તો, ખજુરાહો નગરનો ઇતિહાસ લગભગ એક હજાર વરસ પુરાણો છે. આ શહેર ખાતે ચંદેલ સામ્રાજ્યની પ્રથમ રાજધાની હતી. ચન્દેલ વંશ અને ખજુરાહો નગરના સંસ્થાપક ચન્દ્રવર્મન હતા. ચંદેલાઓ મધ્યકાળમાં બુંદેલખંડમાં શાસન કરવા વાળા રાજપૂત રાજા હતા. તેઓ પોતાને આપ કા ચન્દ્રવંશી માનતા હતા. ચંદેલ રાજાઓએ દસમી સદીથી બારમી સદી સુધી મધ્ય ભારતમાં શાસન કર્યું હતું. ખજુરાહોના મંદિરોનું નિર્માણ ઇ. સ. ૯૫૦થી ઇ. સ. ૧૦૫૦ વચ્ચે ચંદેલ રાજાઓં દ્વારા કરાવવામાં આવ્યું હતું. મંદિરોનું નિર્માણ કર્યા બાદ ચંદેલાઓએ પોતાની રાજધાની મહોબા સ્થાનાંતરિત કરી હતી. પરંતુ એ સમય બાદ પણ ખજુરાહોનું મહત્વ કાયમ રહ્યું.
બૌદ્વ સ્મારક, સાંચિ – મધ્ય પ્રદેશ
સાંચી ભારત ના મધ્ય પ્રદેશ રાજ્ય ના રાયસેન જિલ્લો, માં સ્થિત એક નાનકડું ગામ છે. આ ભોપાલ થી ૪૬ કિ.મી. પૂર્વોત્તર માં, તથા બેસનગર અને વિદિશાથી ૧૦ કિ.મી. દૂર મધ્ય-પ્રદેશ ના મધ્ય ભાગમાં સ્થિત છે. અહીં ઘણાં બૌદ્ધ સ્મારક છે, જે ત્રીજી શતાબ્દી ઈ.પૂ થી બારમી શતાબ્દી વચ્ચે ના કાળ ની છે. સાંચી માં રાયસેન જિલ્લાની એક નગર પંચાયત છે. અહીં એક મહાન સ્તૂપ સ્થિત છે. આ સ્તૂપ ને ઘેરતા ઘણાં તોરણ પણ બનેલા છે. આ પ્રેમ, શાંતિ, વિશ્વાસ અને સાહસના પ્રતીક છે. સાંચી નો મહાન મુખ્ય સ્તૂપ, મૂળતઃ સમ્રાટ અશોક મહાન એ ત્રીજી સદી, ઈ.પૂ. માં બનાવડાવ્યો હતો. આના કેન્દ્રમાં એક અર્ધગોળાકાર ઈંટ નિર્મિત ઢાંચો હતો, જેમાં ભગવાન બુદ્ધ ના અમુક અવશેષ રાખ્યાં હતાં આના શિખર પર સ્મારક ને દેવાયેલ ઊંચ્ચ સન્માન ના પ્રતીક રૂપી એક છત્ર હતું
આ સ્તૂપ માં એક સ્થાન પર બીજી શતાબ્દી ઈ.પૂ. માં તોડ઼ફોડ઼ કરાઈ હતી. આ ઘટના શુંગ સમ્રાટ પુષ્યમિત્ર શુંગના ઉત્થાન સેને જોડી જોવાય છે. એમ મનાય છે કે પુષ્યમિત્ર એ આ સ્તૂપ નો ધ્વંસ ક્ર્યો હશે, અને પછી, તેના પુત્ર અગ્નિમિત્ર એ આને પુનર્નિર્મિત કરાવડાવ્યું હશે. શુંગ વંશના અંતિમ વર્ષોંમાં, સ્તૂપ ના મૂળ રૂપ ના લગભગ બમણા વિસ્તાર પાષાણ શિલાઓં થી કરાયું હતું. આના ગુમ્બદને ઊપરથી ચપટો કરી, તેની ઊપર ત્રણ છત્રીઓ, એક ની ઊપર બીજી એમ બનાવડાવાઈ હતી. આ છત્રીઓ એક ચોરસ મુંડેરની અંદર બની હતી. પોતાના ઘણા માળ સહિત, આના શિખર પર ધર્મ નો પ્રતીક, વિધિનું ચક્ર લાગેલ છે.
આ ગુમ્બદ એક ઊંચા ગોળાકાર ઢોલ રૂપી નિર્માણ ની ઊપર લાગેલ હતું. આની ઊપર એક બે-માળ સીડીથે પહોંચી શકાતું હતું. ભૂમિ સ્તર પર બનેલ બીજી પાષાણ પરિક્રમા, એક ઘેરા થે ઘેરાયેલ હતી. આની વચ્ચે પ્રધાન દિશાઓની તરફ ઘણા તોરણ બનેલ હતા. દ્વિતીય અને તૃતીય સ્તૂપની ઇમારતો શુંગ કાળ માં નિર્મિત પ્રતીત થાય છે, પરન્તુ ત્યાં મળેલ શિલાલેખ અનુસાર ઉચ્ચ સ્તરના અલંકૃત તોરણ શુંગ કાળ ના નથી, આ બાદ ના સાતવાહન વંશ દ્વારા બનવાયા હતા. આ સાથે જ ભૂમિ સ્તરની પાષાણ પરિક્રમા અને મહાન સ્તૂપ ની પાષાણ આધારશિલા પણ તે કાળ નું નિર્માણ છે.
સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન – પશ્ર્ચિમ બંગાળ
દરબન રાષ્ટ્રીય એક રાષ્ટ્રીય ઉદ્યાન, વાઘ આરક્ષીત ક્ષેત્ર, યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળઅને એક જીવાવરણ આરક્ષીત ક્ષેત્ર છે. તે સુંદરબન નદીના મુખ ક્ષેત્ર માં ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલું છે. આ ક્ષેત્ર ગીચ સુંદરીના જંગલો, અને તે બંગાળી વાઘનું સૌથી મોટું અભયારણ્ય છે. તે ઘણા પ્રકારના પક્ષી, સરીસૃપ અને કરોડવિહીન પ્રજાતિઓનું(જંતુઓ), અને ખારા પાણીના મગરનું ઘર છે.
૧૯૧૧માં, એક સમયે આને એક અનિશ્ચિત ભૂ ભાગ મનાતો જેનું ન તો ક્યારેય સર્વેક્ષણ કરાયું કે જેમાં ન તો ક્યારેય વસતિ ગણતરી થતી. તે સમયે આ ૧૬૫ માઈલ લાંબુ હુગલીના મુખથી શરુ કરી મેઘનાના મુખ સુધી લાંબુ હતું, અને ત્રણ જિલ્લાઓ ચોવીસ પરગણા,ખુલના , બાકેરગંજ. આનું કુલ ક્ષેત્રફળ (જળક્ષેત્ર સહીત) ૬૫૨૬ ચો માઈલ હતું.
૧૯૭૩ માં હાલના સુંદરબન રાષ્ટ્રીય ઉદ્યાનને સુંદરબન વાઘ આરક્ષીત અભયારણ્યનું હાર્દ ક્ષેત્ર બનાવાયું અને ૧૯૭૭માં વન્યજીવન અભયારણ્ય જાહેર કરાયું. ૪ મે ૧૯૮૪ના દિવસે આને રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરાયું. ૧૯૮૭માં આને યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ તરીકે અંકિત કરાયું. ૧૯૮૯માં સુંદરબન ક્ષેત્રને જીવાવરણ ક્ષેત્ર જાહેર કરાયું.
જો અહીની આબોહવાની વાત કરવામાં આવે તો અહીં સરાસરી મહત્તમ અને ન્યૂનત્તમ તાપમાન અનુક્રમે ૩૪°સે અને ૨૦°સે રહે છે. આ ક્ષેત્ર ૮૦% ની અત્યંત વધારે આર્દ્રતા ધરાવે છે કારણકે કે તે બંગાળના ઉપસાગરથી અત્યંત નજીક છે. મોસમી વરસાદ અહીં મધ્ય જૂન થી મધ્ય સપ્ટેંબર સુધી રહે છે. ઓક્ટોબર થી માર્ચ સુધી ઉત્તર અને ઉત્તર પૂર્વમાંથી વાય છે મધ્ય જૂન થી મધ્ય સપ્ટેંબર સુધી દક્ષિણ અને દક્ષિણ પશ્ચિમ તરફથી પશ્ચિમિયા પવનો વાય છે. મે અને ઓક્ટોબર મહિનામાં ચક્રવાતી વાવાઝોડા આવે છે.