2019ની લોકસભા ચૂંટણી પહેલાં ભાજપના અધ્યક્ષ અમિત શાહે સંપર્ક અભિયાન શરૂ કર્યું છે. જે અંતર્ગત અમિત શાહ અભિનેત્રી માધુરી દીક્ષિતને મળ્યાં હતા. તો બપોર બાદ ભાજપના અધ્યક્ષે રતન ટાટા સાથે મુલાકાત કરી છે. આ પ્રસંગે મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસ સહિત ભાજપના અન્ય નેતાઓ પણ ઉપસ્થિત હતા. આ કડીમાં અમિત શાહ હવે ગાયક લતા મંગેશકરને પણ મળવાના છે. સાથે જ ગઠબંધનમાં નારાજ હોય તેવા સાથીદારોને પણ મનાવવાના પ્રયાસો શરૂ કર્યાં છે.જે અંતર્ગત આજે તેઓ શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે સાથે પણ મુલાકાત કરશે. અમિત શાહ અને ઉદ્ધવની મુલાકાત પહેલાં જ શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં ભાજપ પર પ્રહારો કર્યાં છે. સામનામાં લખવામાં આવ્યું કે અમિત શાહ આ ચૂંટણીઓમાં કોઈપણ રીતે 350 સીટો જીતવા માંગે છે.
Mumbai: BJP President Amit Shah meets Ratan Tata as part of ‘Sampark for Samarthan’ campaign. Maharashtra Chief Minister Devendra Fadnavis also present. pic.twitter.com/jC50HCjAxo
— ANI (@ANI) June 6, 2018