ફેસબુક પ્રાઇવસી પ્રોટેક્શન પોલીસી મુદ્દે નવો વિવાદ ઊભો થયો છે. ન્યૂયોર્ક ટાઇમ્સ રિપોર્ટ અનુસાર, એપલ અને સેમસંગ સહિત આ સોશિયલ મીડિયા નેટવર્કે 60 જેટલા ડિવાઇસ (મોબાઇલ ફોન) મેકર્સને યુઝર્સ અને તેમના મિત્રોની પર્સનલ ઇન્ફોર્મેશન વિશે એક્સેસના હક્કો આપ્યા છે. ફેસબુક સ્માર્ટફોનમાં અવેલેબલ થયું તે પહેલાંથી જ તેની પાસે ડેટા-શૅરિંગ પાર્ટનરશિપ કરાર કરેલા છે. રિપોર્ટ અનુસાર, ફેસબુક પ્રાઇવસી મુદ્દે બહોળા વિવાદ બાદ પણ આ ડીલ યથાવત રહેશે.
ડિવાઇસ પાર્ટનરશિપ હેઠળ ફેસબુકને માર્કેટમાં તેની પહોંચ વિસ્તૃત કરવામાં સુગમતા રહે છે. રિપોર્ટ અનુસાર, ફેસબુક એપના સ્માર્ટફોન પ્લેટફોર્મ પર મોટાં પાયે આ પહેલાં ફેસબુકને ડિવાઇસ મેકર્સની સાથે ડેટા શૅરિંગ પાર્ટનરશિપ સાથે જોડાયેલી આ ડીલ કરી લીધી હતી. કંપનીના એક ઉચ્ચ અધિકારી પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ડિવાઇસ મેકર્સની સાથે કરવામાં આવેલી આ ડીલ હજુ પણ યથાવત છે.
ડીલ હેઠળ ફેસબુકને પોતાની પહોંચ (રિચ) સિવાય ફોન મેકર મેસેજિંગ અથવા લાઇક બટન અને એડ્રેસ બુક જેવા સોશિયલ નેટવર્ક સાથે જોડાયેલા પોપ્યુલર ફિચરની ઓફર આપી શકે છે.