સાંઈરામ દવે દ્વારા તૈયાર કરાયેલા પુસ્તક ‘પેરેન્ટિંગ સોલ્યુશન’ દ્વારા એક નવો જ અધ્યાય શરૂ.
જાણીતા કેળવણીકાર અને હાસ્ય કલાકાર સાંઈરામ દવેનું સાવ નવું જ ‚પ તેણે તૈયાર કરેલા ‘પેરેન્ટિંગ સોલ્યુશન’ પુસ્તકમાં બહાર આવ્યું છે. બાળઉછેરના સાહિત્યમાં અત્યાર સુધીમાં ગુજરાતી ભાષામાં ખાસ કંઈ કામ નહોતું થયું એવું મ્હેણું મારવામાં આવતું પણ હવે સાંઈરામ દવે દ્વારા તૈયાર કરવામાં આવેલા ‘પેરેન્ટિંગ સોલ્યુશન’ પુસ્તક દ્વારા એક નવો જ અધ્યાય શ‚ થયો એવું ચોકકસ કહી શકાય. ૧૬ વર્ષનો પ્રાધ્યાપકનો અનુભવ અને બે વર્ષનો સીધો કેળવણીકારનો અનુભવ લીધા પછી સાંઈરામ દવેએ બાળઉછેર માટે દળદાર નહીં પણ જોમદાર પુસ્તક તૈયાર કર્યુ છે કે જેનો અભ્યાસ કર્યા પછી કહેવાનું મન થઈ આવે કે બેથી માંડીને સોળ વર્ષના બાળકના મા-બાપે આ પુસ્તક ફરજીયાત વાંચવું પડે અને એ માટેનું કારણ એ છે કે આ પુસ્તક આજના સમયને અને આજના વાતાવરણને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. કહોને કે આ પુસ્તક આજના સમયના બાળઉછેરનો ભગવદગીતા છે. જીવનના કર્મ અને ધર્મનો મર્મ સમજવો હોય તો તમારે ભગવદગીતા વાંચવી જોઈએ તો બાળઉછેરની જ‚રી અને સૌથી મહત્વની કે વાસ્તવિક ટીપ્સ મેળવવા માટે તમારે ‘પેરેન્ટિંગ સોલ્યુશન’ અચુક વાંચવી જોઈઅે.
‘પેરેન્ટિંગ સોલ્યુશન’ માત્ર વાંચવાનું નથી પણ એ વાંચતી વખતે તમારે તમારા માતૃત્વ અને પિતૃત્વના અનુભવોને પણ કામે લગાડવાના છે. આ પ્રકારનું પુસ્તક ગુજરાતી ભાષામાં પહેલીવાર પ્રકાશિત થયું છે. આ તૈયાર કરવા માટે સાંઈરામ દવેએ પોતાના અંગત બે વર્ષનો અનુભવ તો સાથોસાથ ગુજરાતના જાણીતા મનોચિકિત્સક અને કેળવણીકારોના અનુભવને પણ કામે લગાડયું હતું અને ઓછામાં ઓછા પાંચ હજાર બાળકોના પેરેન્ટસ સાથે ચર્ચા કરીને એક ચોકકસ નિસ્કર્ષ પર પહોંચ્યા હતા. સાંઈરામ દવે કહે છે, ‘આ પુસ્તકનો હેતુ એકદમ સ્પષ્ટ છે. તમે તમારા બાળકને ઓળખો અને સાચી રીતે ઓળખો. બાળકને ઓળખવાનું કામ કરવાની સાથોસાથ તમારા બાળકને મેનર્સ અને કર્ટસીથી માંડીને એટિકેટસ અને ડિસીપ્લીન પણ શીખવો. આટલું જ નહીં, બાળક સાથે કેવી રીતે રહેવું જોઈએ અને બાળક સાથે પેરેન્ટસનો વર્તાવ પણ કેવો હોવો જોઈએ એની સમજદારી પણ આમાં સમાવવાની કોશિશ કરી છે તો બાળક અને પેરેન્ટસ બન્ને જાગૃત નાગરિક કઈ રીતે બની શકે એના પણ પણ દ્રષ્ટિપાત કરવાની કોશીશ કરી છે.
પુસ્તક નચિકેતા સ્કૂલીંગ સિસ્ટમ પરથી તેમજ રાજકોટમાં આવેલા તમામ ટી પોસ્ટના સેન્ટર પરથી વિનામૂલ્યે મળી શકશે. આ ઉપરાંત જો તમે ઈચ્છતા હો કે આ પુસ્તક તમે તમારી સોસાયટી કે તમારા ગ્રુપના મેમ્બરને આપવા માંગતા હો તો તમારે ફોન નંબર ૭૫૬૭૭ ૭૦૦૭૯ પર જાણ કરવાની રહેશે અને તમને કેટલી નકલ જોઈએ છે એ લખાવવાનું રહેશે. તમને પુસ્તક ઘરબેઠા કે ઓફિસે મળી જાય એવી વ્યવસ્થા શ્રીસાંઈ લક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.