મોરના ઇંડા ચિતરવા ન પડે તે કહેવત નિલેશભાઇ પંડયાની પુત્રી વાણીનો સાર્થક કરી છે.
વાણી નિલેશભાઇ પંડયા કોટેચા ગર્લ્સ સ્કુલમાં હું કે.જે. કોટેચા ગર્લ્સ હાઇસ્કુલમાં અભ્યાસ કરું છું. અને મારે ધોરણ-૧ર આર્ટમાં ૯૨ ટકા અને ૯૯.૯૭ પીઆર આવેલા છે. મેં પહેલેથી જ રીડીંગ કરવાનું ચાલુ કરી દીધું હતું. જયારથી સત્ર શરૂ થયું ત્યારે હું ૪ થી પ કલાક અભ્યાસ કરતી અને પરીક્ષાના દિવસોમાં ૭ થી ૮ કલાક અભ્યાસ કરવો પડતો. સ્કુલમાંથી મને શિક્ષકો અને આચાર્યનો પુરો સપોર્ટ હતો. ઘરમાંથી મમ્મી અને પપ્પા એજયુકેટેડ છે એટલે એમનો પણ પુરો સપોર્ટ રહેતો. આજના દિવસે હું ફેમિલી સાથે ટાઇમ સ્પેન્ડ કરીને દિવસ સેલિબે્રટ કરીશ કેમ કે ભણવાના સમયે એટલો ટાઇમ ન રહેતો ફેમેલી માટે જે હવે સ્પેન્ડ કરીશ.
મેં આર્ટસ રાખ્યું છે એ પાછળનો મુખ્ય ઉદ્દેશ યુપીએસસીની પરીક્ષા કેક કરવાનો હતો. ધોરણ ૧૦માં પણ મારે ૯૯.૯૧ પીઆર આવેલા હતા છતાં મે આર્ટસ રાખ્યું હતું કારણ કે મારો મેઇન ટાર્ગેટ યુપીએસસી ની પરીક્ષા કેક કરવાનો છે. અને હવે આગળ તેના માટે જ હું પ્રિપેરેશન ચાલુ કરવાની છું.