વિવિધ પરીક્ષામાં વારંવાર પૂછાય ગયેલ મુખ્ય પંક્તિઓ ભાગ-2
– ધન્ય હો ધન્ય જ પુણ્ય પ્રદેશ અમારો ગુણિયલ ગુર્જર દેશ. : કવિ ન્હાનાલાલ
– જનનીના જોડ સખી નહીં જડે રે લોલ. : દામોદર બોટાદકર
– જય જય ગુર્જર ભૂમિ, જય હે ગુણિયલ હે અમિયલ ગુર્જર ભુમિ. : નટવરલાલ પંડ્યા
– છે ગરીબોના કુબામાં તેલનું ટીપુંય દોહ્યલુ, ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે ! : કરસનદાસ માણેક
– શિયાળો શૂળે ગયો, ઉનાળો ધૂળે વહ્યો. : અરદેશર ખબરદાર
– ભેળા મરશું ભેળા જન્મશું તારે મો કરશું માળાજી…. : દુલા ભાયા કાગ
– જય જય ગરવી ગુજરાત, દીપે અરુણ પ્રભાત : કવિ નર્મદ
– કીડી બિચારી કીડલી રે, કીડીના લગનીયાં લેવાય, પંખી પારેવડાંને નોતર્યા, કીડીને આપ્યા સન્માન, હાલોને કીડીબાઇની જાનમાં. : ભોજા ભગત
– એક મૂરખને એવી ટેવ, પથ્ર એટલા પૂજે દેવ. : અખો
– ઝેર પીધાં છે જાણી જાણી મેવાડાં રાણા, ઝેર તો પીધાં છે જાણી જાણી. : મીરાંબાઇ
– એક જ દે ચિનગારી, મહાનલ ! એક જ દે ચિનગારી. : હરિહર ભટ્ટ
– આ બંગલાનો બાંધનાર કેવો મારા ભાઇ બંગલો કોણે રે બનાવ્યો ? : દાસી જીવણ
– ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. : પુનીત મહારાજ
– ઉત્તર તરફની દિશા એટલે પ્રગતિની દિશા. : ફાધર વાલેસ
– અરે ! પ્રારબ્ધ તો ઘેલું રહે છે દૂર માંગે તો ન માંગે દોડતું આવે ન વિશ્ર્વાસે કદી રહેજે. : બાલાશંકર કંથારિયા
– વૈષ્ણવજન તો તેને કહીએ, જે પીડ પરાઇ જાણે રે : નરસિંહ મહેતા
– વાહ રે માનવી તારુ હૈયું, એકપા લોહીના કોગળાને બીજેપા પ્રીતના ઘૂટડાં. : પન્નાલાલ પટેલ
– અ હિન્દ ! દેવભૂમિ સંતાન સૌ તમારા, કરીએ મળીને વંદન ! સ્વીકારજો અમારા. : મણિશંકર રતનજી ભટ્ટ
– ગુજરાતને કોઇ સીમાડા નથી, ગુજરાત એક જીવંત અને જાગૃત વ્યક્તિ છે. : કનૈયાલાલ મનુશી
– મને આ જોઇને હસવું હજારો વાર આવે છે, પ્રભુ તારા બનાવેલા તને આજે બનાવે છે. : હરજી લવજી દામાણી
– મા પાવા તે ગઢી ઉતર્યા , મા કાળી રે, મા એ વસાવ્યું ચાંપાનેર, પાવાગઢ વાળી રે. : વલ્લભ ભટ્ટ મેવાડો
– અડાબીડ આ અંધારાનુ ઉગ્યું જંગલ. : ચિનુ મોદી
– ભુખ્યાંજનોની જઠરાગ્નિ જાગશે, ખંડેરની ભસ્મકણી ન લાધશે. : ઉમાશંકર જોશી
– ગમતું મળે તો અલ્યા, ગુંજે ન ભરીએ ને ગમતાંનો કરીએ ગુલાલ. : મકરંદ દવે
– સફળતાં જિંદગીની હસ્તરેખામાં ની હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં ની હોતી. : બરકત વિરાણી ‘બેફામ’
– જ્યાં જ્યાં ગુજરાતી બોલાતી, ત્યાં ત્યાં ગુર્જરી મહોલાત. : અરદેશર ખબરદાર
– આ શ્ર્વાસની રમતમાં હારી ગયો છું તો પણ, મારા ઘરે પધારો ગંજીપાની રાણી : ચિનુ મોદી
– કોઇ મોરપીંછાને મુંગુ કરી દો, હવે મુજી એકે ન સચવાય ટહુકો. : મનોજ ખંડેરિયા
-કામ કરે ઇ જીતે રે માલમ ! કામ કરે ઇ જીતે. : નાથાલાલ દવે
– રામ કહો રહમાન કહો કોઉ, મહાદેવ રી, પારસના કહો, કોઉ બ્રહ્મા, સકલ બ્રહ્મ સ્વયમેવ રી. : આનંદધન
– રંગતાળી, રંગતાળી, રંગતાળી રે, રંગમાં રંગતાળી હે….. મા ગબ્બરના ગોખવાળી રે, રંગમાં રંગતાળી. : વલ્લભ ભટ્ટ મેવાડો
– ગુજારો જે શિરે તારે જગતનો નાશ તે સહે જે. : બાલાશંકર કંથારિયા
– વાણી ગુજરાતી રુડી, રાણી જાણી આ જ, હું વજીર તેનો બની, કરું તેનું શુભ કા. : દલપતરામ
– કબૂતરોનું ઘુઘુઘુ, ચકલા-ઉંદર ચૂંચૂંચૂં, આ માનવ બોલે હું હું હું : મીન પિયાસી
– વ્યક્તિ મટી બનું હું વિશ્ર્વ માનવી. : ઉમાશંકર જોશી
– અષાઢી સાંજ અંબર ગાજે, અંબર ગાજે ! મેઘાડંબર ગાજે ! : ઝવેરચંદ મેઘાણી
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com