રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રોટરી કલબ ઓફ મીડટાઉનના સહયોગથી ચાલતી રોટરી મીડટાઉન લાઈબ્રેરીમાં પ્રિન્ટ મીડીયા તથા ડીજીટલ મીડીયાના સંગ્રહનું લોકાર્પણ રાજકોટ શહેરની નામાંકિત મનન હોસ્પિટલના ડો.નીતીન લાલ અને ડો.રીના લાલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉનના પ્રેસીડન્ટ, લાઈબ્રેરીના પ્રોજેકટ ચેરમેન, કમીટી મેમ્બરો, રોટરી કલબ સભ્યો તેમજ લાઈબ્રેરીના
સભ્યો જોડે તેમને વાંચન સંદર્ભમાં વિચારોનું આદાન-પ્રદાન કરાયું હતું.
આ પ્રદર્શનમાં ૪૫૦ જેટલા પ્રિન્ટ મીડીયા તથા ડીજીટલ મીડીયાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પ્રદર્શનમાં પ્રિન્ટ મીડીયામાં અંગ્રેજી પુસ્તકો જેમાં નવલકથાઓ, બાળવાર્તાઓ તેમજ ડીજીટલ સંગ્રહમાં એજયુકેશન, મુવી, મ્યુઝીકલ તેમજફ બાળકોની ફિલ્મો વગેરે સંગ્રહનો સમાવેશ કરવામાં આવ્યો છે.
તેમજ રોટરી મીડટાઉન લાઈબ્રેરી દ્વારા નવા પ્રકાશીત થતા અંગ્રેજી, ગુજરાતી તથા હિન્દી ભાષાના પ્રકાશીત થયેલા પુસ્તકો ખુબ જ ટુંકાગાળામાં લાઈબ્રેરીમાં વાંચકો સમક્ષ મુકવામાં આવે છે. આ બાબતમાં રોટરી મીડટાઉન લાઈબ્રેરી સૌરાષ્ટ્રમાં અગ્રેસર છે. આ પ્રિન્ટ મીડીયા તથા ડીજીટલ મીડીયાનો તા.૮ના રોજ લાઈબ્રેરીના સભ્યો ઉપયોગ કરી શકશે તેમ પ્રોજેકટ ચેરમેન દિવ્યેશ અઘેરાએ જણાવ્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com