ગુજરાત હાઈકોર્ટે વિદ્યાર્થીઓના હિતમાં એક મોટો ચૂકાદો આપ્યો છે. હાઈકોર્ટે રાજ્યમાં સ્થિત ડીમ્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સ્ટેટ ક્વોટામાં પ્રવેશ માટે એલિજીબલ હોવાનું ચૂકાદો આપ્યો છે. કોર્ટે રાજ્ય સરકારે મેડિકલમાં પોસ્ટ ગ્રેજ્યુએશનના પ્રવેશ માટેના બદલેલા નિયમને ગેરકાયદેસર ઠેરવ્યો છે. તેમજ ડીમ્ડ યુનિવર્સિટીના ગુજરાતના વિદ્યાર્થીઓને સ્ટેટ ક્વોટા માટે હક્કદાર ગણાવ્યા છે.
હાઈકોર્ટે ફગાવી સરકારની રજૂઆત
આ પહેલા ગુજરાત સરકારે કોર્ટમાં ગુજરાતમાં સ્થિત ડીમ્ડ યુનિવર્સિટીઝના વિદ્યાર્થીઓને માત્ર ઓલ ઈન્ડિયા ક્વોટામાં જ પ્રવેશ આપી શકાય એવી રજૂઆત કરી હતી. જોકે હાઈકોર્ટે સરકારની આ રજૂઆતને ફગાવીને નિયમને પક્ષપાતી ગણાવ્યો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com