રૂ ૨ કરોડના ખર્ચે ભેળિયા બેટ હનુમાનજી મંદિરના પુન: નિર્માણના શિલાન્યાસ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન.
રાષ્ટ્રભાવનાના પ્રેરણાસ્ત્રોત એવા બોર્ડર પર ફરજ બજાવતા સૈનિકોની કોઈપણ જરુરીયાત પરિપૂર્ણ કરવા રાજય સરકાર પ્રતિબધ્ધ હોવાનું મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ કચ્છના ભેળિયા બેટ ખાતે સ્વામિનારાયણ સંસ્થા, ભૂજ દ્વારા રૂ.૨ કરોડના ખર્ચે હનુમાનજી મંદિરના પૂન: નિર્માણના શિલાન્યાસ પ્રસંગે જણાવ્યું હતુ.
સરહદ પર કોઈપણ પ્રકારની વિકટ પરિસ્થિતિમાં દેશની રક્ષા કરતા સૈનિકોને દાતાઓ દ્વારા એર કુલર અનેવોટર કુલર સૈનિકોને પ્રદાન કરવામાં આવતા અત્યંત આનંદની લાગણી મુખ્યમંત્રી રુપાણીએ દેખાડતા કહ્યું હતુ કે, રાજય સરકાર સૈનિકોને જરુરી તમામ મદદ કરવા પ્રતિબધ્ધ છે.
ગત વર્ષ મુખ્યમંત્રી વિજયભાઈએ નળાબેટ સરહદ પર બી.એસ.એફ.ના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી આ પ્રસંગે મોબાઈલ નેટવર્કની સમસ્યા અંગે સૈનિકો દ્વારા રજૂઆત કરાતા મુખ્યમંત્રી એ આ સમસ્યાઓનો ત્વરિત ઉકેલ લાવ્યો હતો. એજ રીતે ભેળીયા બેટ ખાતે સૈનિકોને ચોખ્ખુ પાણી અને રોડ રસ્તાની તેમજ મોબાઈલ કનેકિટવિટી પૂરી પાડવા કોલ આપતા સૈનિકો પ્રત્યે મુખ્યમંત્રીએ સંવેદના વ્યકત કરી હતી.
સ્વામિનારાયણ જેવી ધાર્મિક સંસ્થાઓ શિક્ષણ તેમજ અનેક સેવાભાવી સામાજીક કાર્યો કરતી હોય ત્યાગ, બલિદાન અને સમર્પણ થકી રાષ્ટ્રભાવના ઉજવળ કરતા બોર્ડર સિકયોરીટી દળના સૈનિકોમાંથી પ્રેરણા મળે અને દેશ માટે ગુજરાતનાં યુવાનો સૈન્યમાં જોડાય તે માટે મુખ્યમંત્રીએ સરહદ પરના ગામોમાં સૈનિક શાળાઓ ખોલવા વિચાર વ્યકત કર્યો હતો.જેના માટે રાજય સરકાર જમીન આપશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com