ઉના એ.પી.એમ.સી. ખાતે કાલથી પૂર્વ મંત્રી જશાભાઇ બારડ અને સાંસદ ચુનીભાઇ ગોહેલની ઉ૫સ્થિતિમાં જીલ્લા કિસાન કલ્યાણ મહોત્સવ-૨૦૧૮ નો પ્રારંભ કરવામાં આવશે.
આ ઉપરાંત સુત્રાપાડામાં ડો. બી.એમ.બારડ એજયુ. ચેરી. ટ્રસ્ટ ગ્રાઉન્ડ અનુરાગ રેસી. સામે સુત્રાપાડા તાલાળામાં આલ્ફા સંકુલ ગ્રાઉન્ડ ગુંદરણ રોડ તાલાલા કોડીનારમાં કે.વી. કે. અંબુજા નગર કોડીનાર ગીર ગઢડામાં પ્રાથમીક શાળા તાલુકા સેવા સદનની સામે ગીર ગઢડા અને વેરાવળમાં એ.પી.એમ. સી. કાજલી ખાતે તા.ર મે ના રોજ તાલુકા કક્ષાના કિશાન કલ્યાણ મહોત્સવ યોજાનાર છે.
ભારત સરકાર દ્વારા તા.૧૪ એપ્રિલ થી પ મે સુધી યોજાનાર ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ગીર સોમનાથ જીલ્લાના ખેડુતોની આવક વર્ષ ૨૦૨૨ સુધીમાં બમણી થાય તે માટે જાગૃતિ લાવવા કાર્યનીતી ઘડવા અને વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન મળી રહે તે માટે જીલ્લા કક્ષાના કિશાન કલ્યાણ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com