રેલીમાં ખુરશીઓ ઉડાવી વડાપ્રધાન પાસે નોકરીના વચન મામલે ખુલાસો માંગવા યુવાનોને જીજ્ઞેશ મેવાણીએ ઉશ્કેર્યા હોવાનો આક્ષેપ
ધારાસભ્ય અને દલિત આગેવાન જીજ્ઞેશ મેવાણી સામે વડાપ્રધાન મોદીની રેલીમાં અફરાતફરી ફેલાવવાનું ષડયંત્ર રચ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે.
જીજ્ઞેશ મેવાણીએ તેના ઉદ્બોધનમાં મોદીની રેલીમાં ખુરશીઓ ઉડાળવા માટે ઉશ્કેર્યા હોવાનો આક્ષેપ છે.
પોલીસે બેંગ્લોરના ચિત્રદુર્ગા ડિસ્ટ્રીકટના ભાજપના પ્રેસીડેન્ટ કે.એસ.નવીનની ફરિયાદ લીધી છે.
આ મુદ્દે ચૂંટણી પંચમાં પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે. વિગતો મુજબ મેવાણીએ કર્ણાટકમાં ઉદ્બોધન દરમિયાન વડાપ્રધાન મોદીની રેલીમાં યુવાનોને હુરીયો બોલાવવાની સલાહ આપી હોવાનો આક્ષેપ છે. મોદી ૨ કરોડ નોકરીઓનું વચન પૂરું કરી શકયા ન હોય. આ મુદ્દે તેમણે કહ્યું હતું કે, કર્ણાટકના યુવાનોએ વડાપ્રધાનના અભિયાન કાર્યક્રમમાં જઈને ખુરશીઓ હવામાં ઉડાળવી જોઈએ અને ૨ કરોડ નોકરીઓનું શું થયું તેવો પ્રશ્ર્ન પુછવો જોઈએ.
જીજ્ઞેશ મેવાણીએ કરેલા બેફામ નિવેદનોના કારણે તેમની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હોવાનું જાણવા મળે છે. જીજ્ઞેશ મેવાણી દલિત નેતા હોવાનો દાવો કરવામાં આવે છે. જો કે તેમના આ વિવાદાસ્પદ નિવેદન બાદ તેમની મુશ્કેલી વધી શકે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.