પીપલ્સ બેંકનાં એમડીના લોન સેટલમેન્ટ અંગે અનેક સવાલો: રૂ.૫૦ લાખના બદલે બેંકે રૂ.૫ લાખમાં સેટલમેન્ટ કર્યું
વેરાવળ પેટ્રોલીયમના માલીકો દ્વારા ૧૯૮૩માં લીધેલી રૂ.૬૫૦૦૦ની લોન ન ભરતા ૨૦૧૨માં આ લોનની વ્યાજ સહિત રૂપીયા પચાસ લાખ જેટલી કિંમત થતી હોવા છતાં એસબીઆઈ બેંકનાં અધિકારીઓએ સેટલમેન્ટનો લાભ આપી માત્ર પાંચ લાખમાં સમાધાન કર્યાના આક્ષેપ સાથે છ વર્ષ બાદ વેરાવળના એડવોકેટ દ્વારા મુંબઈ ઓફીસ ખાતે જાણ કરી સીબીઆઈમાં ફરિયાદ કરતા સીબીઆઈ બનાવની તપાસ કરશે તેમ જણાવ્યું છે. સામે પક્ષે પણ આ તમામ ફરિયાદ અંગત અદાવતને આભારી છે. અમે સરકારની ૨૦૧૩ની સમાધાન યોજનામાં ભાગ લઈ લોન ચૂકતે કરેલી છે.
ખોટા આક્ષેપો કરે છે. પીપલ્સ બેંકના એમડી આ લોનમાં ભાગીદાર કે જામીન એકમાં પણ સંકળાયેલા નથી તેને બદનામ કરવા માટે જ આવી પેરવી કરી રહેલ હોવાનું પણ જણાવ્યું છે.
જાણવા મળતી વિગતો મુજબ વેરાવળની એક પેઢીના માલીકો દ્વારા ૧૯૮૩નાં વર્ષમાં ૬૫૦૦૦ રૂપીયાની લોન એસબીઆઈમાંથી લીધી હતી જે લોનની ભરપાઈ ન કરતા ૧૯૯૮ના વર્ષમાં આ લોનમાં ૯૭૦૦૦ રૂપીયા તથશ ૧૫.૫ ચક્રવૃધ્ધિ વ્યાજ સાથે ભરવા કોર્ટમાં અરજી દાખલ કરી હતી તેમજ ૨૦૧૧ના વર્ષમાં એસબીઆઈ બેંક ૨૭ વર્ષથી રકમથી વંચિત હોવાનું કોર્ટને જણાવેલ હતુ બાદમાં ૨૦૧૨માં વેરાવળ પેટ્રોલીયમ્સના માલીકોએ જે તે સમયે સેટલમેન્ટનો લાભ લીધો હોય કે ગમે તે હોય એસબીઆઈના અધિકારીઓએ મિલીભગત કરી સેટલમેન્ટ કરતા પચાસ લાખ જેવી રકમ થતી હોવા છતા પાંચ લાખમાં જ સમાધાન કરતા વેરાવળ પેટ્રોલીયમ્સના માલીકોએ આરકમ ભરી એનઓસી મેળવી લીધું હતુ ત્યારે આઅંગે વેરાવળના એડવોકેટ ચિરાગ કકકડે મુંબઈ તથા વડાપ્રધાન કચેરીમાં આ અંગે જાણ કરતા આલોન અંગેની તપાસ સીબીઆઈને સાંપી હતી.