ઉનાળાની સીઝન આવી ગઇ છે અને આ ગરમીમાં રોજ-રોજ આઇસ્ક્રીમ અને કુલફી ખાવાનું મન થઇ જાય છે. ઉનાળાના વેકેશનમાં દરેક લોકોને એમ જ થાય કે ચાલો. રોજ આઇસ્ક્રીમ કે કુલફી ખાય. આઇસ્ક્રીમ તેમજ કુલફીને ખાવાનો જે આનંદ છે. એ તો કંઇક અલગ જ હોય છે. ત્યારે રોજ રોજ બહાર જઇ આઇસ્ક્રીમ ખાઇ તે પોસાતું નથી.
તો ચાલો બજાર જેવી જ મટકા કુલફી ઘરે બનાવીએ અને ઘરના દરેક સદસ્યોના દિલ જીતી લેતી ચીકુની મટકા કુલફી બનાવીએ.
ચીકુની મટકા કુલફી
સામગ્રી :-
૧ લિટર દૂધ
૧૦૦ ગ્રામ માવો
૧/૨ ડઝન ચીકુ
૧/૨ ટીન મીલ્ક મેડ
૨ ટેબલ સ્પુન ખાંડ
૧ ટેબલ સ્પૂન છોલેલી બદામની કતરી
૧ ટેબલ સ્પૂન ડ્રિંકિંગ ચોકલેટ પાઉડર
વેનિલા એસેન્સ
રીત :-
ચીકુનો છાલ ઉતારી તેનો માવો બનાવો. એક વાસણમાં દૂધ અને મિલ્કમેડનેમિક્સ કરો અને ત્યારબાદ તેને ગરમ કરો. આ મિશ્રણ ઘટ્ટ થાય ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરો. ખાંડ નાખ્યાની ૩ થી ૪ મિનિટ પછી તેને ગેસ પરથી ઉતારી લેવું. આ મિશ્રણ ઠંડુ પડે એટલે તેમાં ચીકુનો માવો ઉમેરો, માવો અને ડ્રિંકિંગ ચોકલેટને તેને મિક્સચરમાં બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેમાં બદામ પિસ્તાની કતરી અને એસેન્સ ઉમેરી બરાબર મિક્સ કરી લો. નાની મટકીમાં તેને ભરી લો. હવે તેને એલ્યુમિનિયમના ફોઇલથી કવર કરી, રબર બેન્ડ લગાડી દેવું. પછી ડિપ ફ્રિઝરમાં કુલફીને સેટ થવા મૂકો. સેટ થઇ ગયા બાદ તે કુલફીને એલ્યુમિનિયમના ફોઇલમાંથી કાઢી પીરસી શકો છો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,