કોલસો છેલ્લા કેટલાય સમયથી ભેળસેળયુકત લાવવામાં આવતો હોય તેવી લોકમુખે ચર્ચા
રાજુલા નજીક આવેલ કોવાયા સ્થિત અલ્ટ્રાટેક પાવર પ્લાન્ટમાં તાજેતરમાં પકડાયેલ કોલસા કૌભાંડમાં એફ.આઈ.આર તો નોંધાવી પરંતુ હજુ પણ ઉંડી તપાસની જરૂર હોય અને જો ઉંડી તપાસ કરવામાં આવે તો હજુ પણ કેટલાક મોટામાથાઓની સંડોવણી ખુલવા પામે તેવી પુરી શકયતા છે. આ કૌભાંડમાં તાજેતરમાં પાવર પ્લાન્ટ કોવાયામાં પેટકોક ઉંચી ગુણવતાનો કોલસો ભરીને આવતા ટ્રકોમાંથી ભેળસેળયુકત કોલસો નિકળેલ. જે અંગેના અખબારોમાં સમાચારો વહેતા થતા જ આ અંગે એફ.આઈ.આર. દાખલ કરવામાં આવેલ છે.
જેમાં ટ્રક નં.જી.જે.૧૪ ડબલ્યુ ૩૦૦૫ આરોપી મુન્ના સવજીભાઈ શીંગડ, ખરેડ તા.મહુવાવાળાના ટ્રકમાં પેટકોક (કોલસો) ૨૧,૮૪૦ ટન કિંમત રૂ.૧ લાખ ૭૫ હજાર તથા જાફરાબાદના લોઠપુરના અજીજભાઈ હાજીભાઈ દલ પોતાના ટ્રક નં.જી.જે.૧૪ એકસ ૯૫૧૧માં પેટકોક (કોલસો) ૨૪,૬૭૦ ટન કિંમત ટ્રક ૨ લાખ તથા પ્રતાપભાઈ વાળા ટ્રક નં.જી.જે.૧૪ એકસ ૪૧૧૫માં પેટકોક (કોલસો) ૨૫૩૬૦ ટન કિંમત રૂ.૨ લાખ તથા જામનગરના ઠેબા ગામે રહેતા નરેશ વિરાભાઈ સોલંકી ટ્રક નં.જી.જે.૧૪ એકસ ૮૯૯૯માં ૨૧૬૪૦ ટન (પેટકોક) કોલસો કિંમત રૂ.૧ લાખ ૭૫ હજાર આમ કુલ ચાર ટ્રકોમાં ઉંચી ગુણવતાવાળો પેટકોક (કોલસો) કાઢી લઈ ઓછી ગુણવતાવાળો અને ભેળસેળવાળો પેટકોક (કોલસા) જેવો માલ ભરી લાવી રૂ.૭.૫૦ લાખની કોવાયા ગામે રહેતા કોન્ટ્રાકટર કાળુભાઈ વાલેરાભાઈ લાખણોત્રા તથા અન્ય લોકો સાથે છેતરપિંડી અને વિશ્ર્વાસઘાત કર્યાની ફરિયાદ પીપાવાવ મરીન પોલીસમાં નોંધાવવામાં આવતા ઈન્ચાર્જ પી.એસ.આઈ. ગોહિલે તપાસ હાથ ધરેલ છે અને ધોરણસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરેલ છે.
જે અંગે લોકોમાંથી પણ કેટલાક સવાલો ઉઠવા પામેલ છે કે, આ કોલસો કેટલા સમયથી આ રીતે ભેળસેળયુકત લાવવામાં આવતો હતો. તેમજ આ કૌભાંડમાં ફકત આ ચાર જણા જ છે કે પછી બીજા લોકો પણ આમાં સામેલ છે. તેન ઉંડી તપાસ થવી જોઈએ તથા આ કોલસા કૌભાંડ કેટલા સમયથી ચાલી રહ્યું છે
આમાં કોણ-કોણ સામેલ છે તેની પણ તપાસ કરવાની માંગણી ઉઠેલ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,