પ્લાસ્ટિક વર્ષોના વર્ષો સુધી પડયું રહે તોય તેનો નાશ નથી થતો. તેનો ઉપયોગ જેટલો સરળ છે, તેનો નાશ કરવો એટલો જ મુશ્કેલ છે. પોલિથીન એ આપણાં રોજિદા જીવનમાં અનેક રીતે ઉપયોગમાં લેવામાં આવતું હોય છે. બજારમાં ખાલી હાથે ગયા હોઈએ તોય શાકભાજીવાળો ફેરિયો પોલિથિન બેગમાં શાક આપશે જ એની ખાતરી થઈ ગઈ. પણ કોઈક સુવિધા પોતાની સાથે મોટી આફત લઈને આવતી હોય છે.
જાણો પોલથીનથી થતા નુકસાન વિશે:-
- પ્લાસ્ટિકનો કચરો બાળવાથી ઝેરી વાયુ પેદા થાય છે જે કેન્સર જેવી ગંભીર બીમારી નોંતરે છે. એક કિલો પ્લાસ્ટિકનો કચરો બળે છે ત્યારે ત્રણ કિલો કાર્બન વાયુ નીકળે છે.
- પ્લાસ્ટિક માટીમાં મળ્યા પછી વર્ષો સુધી યથાવત્ રહે છે. પરિણામે લાંબા સમય પછી તે જમીન ઉજ્જડ બની જાય છે.
- પ્લાસ્ટિકની રંગીન થેલીમાં ખાદ્ય પદાર્થો રાખવાથી આરોગ્યને ભારે નુકસાન થાય છે. તેમાંથી આંતરડાની સાથે કેન્સરની વ્યાધિ પણ થઈ શકે છે.
- પ્લાસ્ટિકના વધુ ઉપયોગથી બાળકોના ફેફસાંમાં ઘૂચવાળા અને સેહતને પણ બગાડે છે.
- પ્લાસ્ટિકના કચરો વાતાવરણમાં વધુ થતાં પ્રદૂષણ થાય છે. જેનાથી ગ્લોબલ વોર્મિંગ પેદા કરે છે.
- પ્લાસ્ટિકના સેવનથી લગભગ દર વર્ષે 1,00,000 પશુઓનું મૌત થાય છે.
દેશોમાં અઢી અબજ ટન કચરામાં ર7 કરોડ ટન પ્લાસ્ટિકનો કચરો હોય છે.તેમાંથી 80 લાખ ટન કચરો સમુદ્રમાં નંખાય છે. સૌથી પ્રથમ નંબર ચીન દર વર્ષે સમુદ્રમાં 10 લાખ ટન કચરો નાખે છે. અમેરિકા બીજા નંબરે છે. આવું જો ચાલુ રહેશે તો સન-ર0રપ સુધીમાં સમુદ્રમાં ઠલવાતા કચરાનું પ્રમાણ 1.7પ કરોડ જેટલું થઇ જશે.
પોલિથિન બેગ નાળાના પાણીને વહેતું અટકાવી દે છે. પરિણામે વરસાદના દિવસોમાં પાણી બ્લોક થઈ જાય છે અને શહેરોમાં પૂરની સ્થિતિ પેદા થાય છે. પ્લાસ્ટિકની પોલિથીન તથા દરેક વસ્તુ વ્યક્તિની તબિયતને પણ બગાડે છે અને વાતાવરણને પણ દૂષિત કરે છે.