રાજકોટના યુવાનોની પહેલ સમી અને બોલીવુડ સ્ટાર આદિત્ય લાખીયા દ્વારા અભિનીત શોર્ટ ફિલ્મ
ભોગ! માણસ બનતો હોય છે ભોગ સમયનો, સંજોગોનો, અતિનો પણ જયારે કોઇ બાળક ભોગ બને કોઇની વાસનાનો ત્યારે પરિસ્થિતી અત્યંત ક‚ણ બની જાય છે ! બાળકો જાતિય સતામણીના ભોગ બનતા હોય છે! એવો સવાલ જો કોઇના મનમાં હજુ ઉપસ્થિત થતો હોય તો તેમણે ભારત સરકાર દ્વારા થયેલા સર્વેના આકડા જોઇ જવા જોઇએ.
બાળકોની જાતિય સતામણીને રોકવા થતા અપૂરતા પ્રયત્નોની વચ્ચે રાજકોટના જાણીતા એનાઉન્સર/એન્કર હેમલબેન દવેના ઓજસ્વિની ફયાઉન્ડેશન દ્વારા આ વિષયક જાગૃતિ માટેનો સેમિનાર,રાજકોટના એડવોકેટ નિર્મીત પામેલી, વિકાસ રાજપોપટ દ્વારા લિખીત અને યશ રેવર દ્વારા દિગ્દર્શિત ભોગ ના અનાવરણ તેમજ ભોગ ફિલ્મના સર્જકો અને કલાકરોના અભિવાદનનદ એક સુંદર કાર્યક્રમ શનિવારે સાંજે ૪ થી ૬ વચ્ચે રાજકોટ એન્જિન્યરીંગ એસોશિએશન હોલ ખાતે રાખવામાં આવ્યો છે. જેની વિશેષા માહિતી આપવા ફિલ્મ ટીમના સભ્યો અબતક મિડિયા હાઉસની મુલાકાતે આવ્યા હતા.
એક સંવેદનશીલ વિષય પર બનેલી આ શોર્ટ ફિલ્મમાં બાળ કલાકારો જેમાં સ્વયં છાયા (આગામી ગુજરાતી ફિલ્મ ભંવરમાં અભિનયના ઓજસ પાથનાર, રાજકોટનું ગૌરવ) તેમજ આદ્વા પરમારે એમના વયથી પણ વિશેષ જઇને આ ફિલ્મમાં અભિનય કર્યો છે. આ ઉપરાંત બોલિવુડના ખ્યાતનામ કલાકાર આદિત્ય લાખીએ વિષયની ગંભીરતા તેમજ આ વિષયક જાગૃતિ ફેલાઇ એ માટે શોર્ટ ફિલ્મમાં મહત્વપૂર્ણ રોલ ભજવ્યો છે.
આ શોર્ટ ફિલ્મમં રાજકોટના જ અન્ય કલાકારો જેવા કે આર જે તેજસ પરમાર, મીરા દોશી, મણિયાર, મનિષા પારેખ અને હિતેસ્વ નાણાવટીએ મહત્વના પાત્રો માટે અભિનય કર્યો છે.
આ શોર્ટ ફિલ્મની છબીકલા સુરતના જાણીતથા કેમેરામેન રાજ દેસાઇએ, ફિલ્મનું એડીટીંગ હિમાંશુ જાદવ, સંગીત પારસ ઘરે, લાઇન પ્રોડયુસીંગ દુરિયા બ્લોચે, ગીતો જીનેન્દ્ર લાખાણી અને આરતી બિમલ પરીખે, ગાયન ચિરાગ ભરડવા અને રોહિત મકવાણાએ, સાઉન્ડ ડીઝાઇન અક્ષય દવેએ કર્યુ છે.બાળકોનું જાતિય શોષણ વિષય પર માર્ગદર્શક સેમિનાર વિષય નિષ્ણાંત અને ઓજસ્વિની ફાઉન્ડેશનના પ્રમુખ હેમલ મૌલેશ દવે માતા-પિતા વાલી અને શિક્ષકોને બાળકો શું કરવાથી સુરક્ષિત રહી શકે એ વિષયે માર્ગદર્શન આપશે. ઉલ્લેખનીય છે કે શોર્ટ ફિલ્મ ભોગ માટુ સુરક્ષા સેતુ સોસાયટીના નેજા હેઠળ રાજકોટ કમિશ્નર અનુપમસિંહ ગહલૈાતએ પ્રેરણા અને માર્ગદર્શન આપ્યું છે અને તેઓ આ કાર્યક્રમના અઘ્યક્ષ સ્થાને હાજર રહેવાના છે. આ ઉપરાંત ખ્યાતનામ કલાકારો જયછનીયારા અને ઉત્તમ મા‚ પણ એમની કલાના ઓજસ આ કાર્યક્રમમાં પાથરવાના છે. આ કાર્યક્રમનું આયોજન લોકહિતાર્થે અને નિ:શુલ્ક કરવામાં આવ્યું છે તેમજ ઓપન ફોર ઓલ છે.