સુત્રાપાડા કેન્દ્રના ધો.-૧૦ ની પરીક્ષાર્થીઓની રિસીપ્ટમાં ભૂલથી પ્રિન્ટ થયેલ માંગરોળ તાલુકામાં ફેરફાર કરાયો
રાજ્યભરમાં આગામી તા. ૧૨ મી માર્ચ થી ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા શરૂ થનાર છે. વેરાવળમાં લેવાનાર ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનાં સ્થળમાં અનિવાર્ય સંજોગોને કારણે ફેરફાર કરવામાં આવેલ છે. ધો.-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં બોર્ડની રિસિપ્ટમાં દર્શાવેલ સ્થળ મણીબેન કોટક હાઈસ્કુલ, વેરાવળની તમામ બેઠક વ્યવસ્થાનું સ્થળ બદલી હવે પછી સનરાઈઝ ઉચ્ચતર માધ્યમિક શાળા, વિધુતનગર પાસે, પંચવટી સોસાયટી, વેરાવળ ખાતે રાખવામાં આવેલ છે.
તેમજ શેઠ એમ.પી.ગલર્સ હાઈસ્કુલ, વેરાવળનાં ધો.-૧૨ સામાન્ય પ્રવાહની તમામ બેઠક વ્યવસ્થાના સ્થળમાં ફેરફાર કરી હવે પછી આ શાળાના તમામ પરીક્ષાર્થીઓ શ્રી આઈ.ડી.ચૌહાણ હાઈસ્કુલ, તાલાળા નાકા પાસે, મોટી હવેલીની સામે, વેરાવળ ખાતે પરીક્ષા આપી શકશે.
૧૨ મી માર્ચથી શરૂ થતી ધો.-૧૦ ની પરીક્ષામાં સુત્રાપાડા કેન્દ્રના પરીક્ષાર્થીઓની બોર્ડની રીસીપ્ટમાં શ્રી જ્ઞાન જ્યોત કન્યા વિધાલય સુત્રાપાડા ટાવર ગ્રાઉન્ડ પાસે, અમૃતબાગ પાછળ તાલુકો- માંગરોળ , ગીર સોમનાથ પ્રિન્ટ થયેલ છે. જેનું ખરેખર સ્થળ શ્રી જ્ઞાન જ્યોત કન્યા વિધાલય, કોલેજ કેમ્પસ, મામલતદાર કચેરી સામે તાલુકો- સુત્રાપાડા, ગીર સોમનાથ છે. જ્યાં આ તમામ પરીક્ષાર્થીઓની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. આ સ્થળ ફેરફાર સબંધિત શાળાઓનાં આચાર્યશ્રીઓ/પરિક્ષાર્થીઓ તેમજ વાલીઓએ નોંધ લેવા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.