રાજુલા માર્કેટીંગ યાર્ડમાં ૧૩ દુલ્હા-દુલ્હન શાદીથી જોડાયા
રાજુલામાં હુશેની કમીટી ચેરીટેબલ ટ્રસ્ટ અને દાતાઓના સહયોગથી સૌ પ્રથમ સમુહ શાદીનું આયોજન રાજુલા માર્કેટીંગ યાર્ડમાં કરવામાં આવેલ હતું. જેમાં સાવરકુંડલાના દાદાબાપુ કાદરીની દુવાઓ ઓ ૧૩ નવદંપતિ કે જેઓ શાદીના બંધનથી જોડાયા તેમને આપેલ આ સમુહ શાદીમાં દુલ્હા-દુલ્હન શાદીમાં જોડાયેલ હતા. જેમાં મુસ્લીમ ધર્મ અનુસાર ૧૩ જોડાને નિકાહ કબુલ કરાવવામાં આવેલ હતા. આ સમુહ શાદીમાં કોમી એકતા કમીટી અને પ્રવિણભાઇ વાઘેલા દ્વારા દાદબાપુ કાદરીનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ હતું. આ તકે આયોજક જાફરભાઇ જોખીયા તેમજ કમીટી દ્વારા જીજ્ઞેશભાઇ પટેલ (યાર્ડ પ્રમુખ તથા પ્રવિણભાઇ વાઘેલા, કમલેશભાઇ મકવાણા વિગેરે ઉ૫સ્થિત રહેલ હતા તેમજ મુસ્લીમ સમાજના આગેવાનોમાં જાફરભાઇ જોખીયા, જુસબના ભોકીયા અબ્દુભાઇ સેલોત, રસુલભાઇ કુરેશી (સામાજીક કાર્યકરા તેમજ મોટી સંખ્યામાં મુસ્લીમ સમાજના લોકો ઉ૫સ્થિત રહીને દુલ્હા-દુલ્હન શાદી મુબારક પાઠવેલ હતું. તેમજ યાર્ડના કર્મચારી હરીદાદા દ્વારા ખુબ સરાહનીય કામગીરી બજાવે જેને મુસ્લીમ સમાજે બિરદાવેલ છે.