મેગોલી અને કોલારાસ બેઠક જીતવા બીજેપી એ એડી ચોટીનું જોર લગાવ્યું હતુ પરંતુ તમામ મહેનત એળે ગઈ
મધ્યપ્રદેશની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે બંને સીટો કોંગ્રેસે જાળવી રાખી છે. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પક્ષની સરકાર અત્યારે સત્તામાં છે. શિવરાજસિંહ ચૌહાણ તેના મુખ્યમંત્રી છે.મધ્યપ્રદેશની મેગોલી અને કોલારાસ એમ બે સંસદીય બેઠકોની પેટા ચૂંટણી યોજવામાં આવી હતી આ બંને બેઠક કોંગ્રેસનો ગઢ ગણાય છે. અહી કોંગ્રેસનું રાજ હતુ ફરીથી પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસે આ બંને બેઠકો પર વિજય હાસલ કરી લીધો છે.
જીત બાદ કોંગ્રેસે વિજય રેલી યોજી હતી. આ વખતે બીજેપીને આ બંને બેઠકો પર જીત મળવાની આશા હતી પરંતુ તેની આશા પર પાણી ફરી વળ્યું છે. કેમકે આ બંને બેઠકો માટે બીજેપીએ એડી ચોટીનું જોર લગાવ્યું હતુ કોંગ્રેસને હરાવીને દાખલો બેસાડવો હતો. ૩૬માંથી ૨૧મંત્રી પોલ કેમ્પેનમાં જોડાયા હતા ટૂંકમાં કોંગ્રેસની તુલનામાં બીજેપીનો ચૂંટણી પ્રચાર ચઢિયાતો હતો છતા આ બેઠકોની પ્રજાએ મત તો કોંગ્રેસને જ આપ્યો છે.કોંગ્રેસે જબરજસ્ત વિજય સરઘસ કાઢ્યું હતુ.