બજેટની સ્પીચ દરમિયાન મરાઠી ભાષાંતરને બદલે ગુજરાતી વાગ્યુ
ભાજપ અને શિવસેનાના નેતૃત્વ ધરાવતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ ફડનાવિશે ગર્વનર સીવી રાવના ભાષણનું ગુજરાતી અનુવાદ સભામાં વાગવા લાગતા માફી માંગી હતી તેઓ ગાફીના સદસ્ય છે અને આ એક મોટી ભુલ તેઓ કરી બેઠા છે. મરાઠી ભાષા દિનના એક દિવસ પહેલા મહારાષ્ટ્રનું બજેટ જાહેર કરવા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જયારે ગર્વનર રાવે તેમનું ભાષણ શરુ કર્યુ ત્યારે સભાના સભ્યોના હેડફોનમાં મરાઠી ભાષાંતરને બદલે ગુજરાતી સંભળાવા લાગ્યું.
તેથી વિરોધ પક્ષ કોંગ્રેસ અને તેના સભ્યોએ સભામાં હોબાળો મચાવી દીધો હતો. અને મરાઠી ટ્રાન્સલેશનની માંગ કરી હતી. કોંગ્રેસના વિપક્ષી નેતા વિખી પાટીલે એસેમ્બલીમાં જણાવ્યું હતુઁ કે આ એક ગંભીર મુદ્દો છે. તેને હળવાશમાં લઇ શકાય નહીં. એનસીપીના ધનંન્જય મુન્ડેએ જણાવ્યું હતું કે સરકારે મહારાષ્ટ્રના ૧ર કરોડ રહેવાસીઓને નિરાશ કર્યા છે. જો કે આ મુદ્દે વધુ હિંસક થતા વિપક્ષના બે સભ્યોને સભામાંથી હાંકી કઠાયા હતા. શિક્ષણ મંત્રી વિનોદ તાવડે જણાવે છે કે જયારે તેમણે મરાઠી ભાષાંતરને બદલે ગુજરાતી ઓડીયો સાંભળ્યો ત્યારે હું ખુદ કંન્ટ્રોલ રુમમાં ગયો અને તપાસ કરી ત્યારે શું સ્પષ્ટ ન હતું પરંતુ તે કોઇની ટેકનીકલ ભુલને કારણે થયું હોવાનું સામે આવ્યું હતું. જેના ભાગરુપે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફદનાવિસે સભામાં માફી માંગી હતી અને સ્પીકર હરિભાઉ બગાડેને જવાબદાર વ્યકિત પર કડક પગલા લેવાનો આદશ કર્યો હતો.