આરઆરસેલે અનઅધિકૃત લોખંડનાં સળીયા વેચવાનું કૌભાંડ ઝડપી પાડયુ, અંકલેશ્વર પાનોલી નેશનલ હાઇવે નંબર 8 પરથી સળીયાનો જથ્થો બે ટ્રેલર ટ્રક, આયસર ટેમ્પો, બે કાર સાથે 90 લાખ ઉપરાંતનાં મુદ્દામાલ સાથે પાંચ શખ્સોની ધરપકડ કરી હતી.
લોખંડનાં સળીયા વાહનો માંથી કાઢીને વેચવાનું કૌભાંડ આચરવામાં આવતું હોવાની બાતમી આરઆરસેલની ટીમને મળી હતી. જે બાતમીનાં આધારે પોલીસે વોચ ગોઠવીને રેડ કરતા સળીયા ગેરકાયદેસર રીતે લોખંડનાં સળીયા વેચવાનું કૌભાંડ ઝડપાય ગયુ હતુ.
આરઆરસેલે વિમલ રાજપુરોહિત, હનવંતસિંહ નૈનસિંહ રાજપુરોહિત, તેમજ ટ્રકનાં ચાલકો લખીરામ ચૌધરી, રામઉજાગર કેદારનાથ તિવારી, ધર્મરામ દેશજ ચૌધરી મળીને પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી.
વધુમાં બે ટ્રેલર, એક ટેમ્પો,મારુતિ સ્વીફ્ટ કાર, વેગનઆર કાર જપ્ત કરી હતી, અને 75,836 કિલો સળીયા કિંમત રૂપિયા 30,49,310 તેમજ રોકડા રૂપિયા 75,810,સળીયા કાપવાનું મશીન 3000 રૂપિયા મળીને કુલ રૂપિયા 90,28,120નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.