આ ફોન રિલાયન્સ જિયોની વેબસાઇટ, રિલાયન્સ ડીજીટલ અને કંપનીના પાર્ટનર રિટેલ સ્ટોર્સ પર સેલ કરવામાં આવી રહ્યો હતો. તેની કિંમત 1500 રૂપિયા છે. પરતું તેની માર્કેટિંગ ફ્રી કરવામાં આવી છે. કેમકે તેની ઇફેક્ટિવ કિંમત 0 રૂપિયા કરવામાં આવી છે. કેમકે કંપની 1500 રૂપિયા સિક્યોરિટી ડિપોઝીટ તરીકે લે છે.
જો એમેઝોન પ્રાઇમ યૂઝર છો તે તમારી પાસે બીજા દિવસે જ ડિલીવર થશે. ઓફર હેઠળ આ ફોન પર 50 રૂપિયાના કેશબેક પણ મળશે અને જો એમેઝોન પે બેલેન્સ હેઠળ વોલેટમાં ક્રેડિટ કરવામાં આવશે.
JioPhoneમાં વોઇસ કમાન્ડ્સ દ્વારા ટાસ્ક કરી શકો છો. તેની સ્ક્રિન 2.4 ઇંચની છે અને તેમા એફએમ રેડિયો અને ટોર્ચલાઇટ આપવામાં આવી છે. તેની ઇન્ટરનલ મેમરી 4GB છે. જેને માઇક્રો એસડી કાર્ડથી 32GB સુધી શકાય છે.
આ ફોન ની મોટી ખાસિયત એ છે કે JioPhone ને JioCinema અને JioTV ના કન્ટેન્ટ મોટી સ્ક્રીન પર જોવા માટે કોઇપણ TVથી કનેક્ટ કરી શકશો. તેના માટે 300 થી ઉપરનો પ્લાન લેવાનો રહેશે.આ ફોનમાં 2 મેગાપિક્સલ રિયર કેમેરા, ફ્રન્ટમાં VGA કેમેરા આપવામાં આવ્યા છે.
અહીં ફોન મળશે પરંતુ આ એક્ટિવેટ કરવા માટે તમારે સ્ટોર પર જવાનું રહેશે. રિલાયન્સ જિયોના પાર્ટનર અથવા રિલાયન્સ ડીજીટલ સ્ટોર પર જઇને આધાર કાર્ડ દ્વારા તેને એક્ટિવેટ કરવાનું રહેશે. એમેઝોન પે થી JioPhone રિચાર્જ કરવા પર કેશબેક આપવામાં આવશે.