આ ત્રણ દિવસના સમારોહમાં અનેક શ્રદ્ધાળુઓએ હાજરી આપી ધ્યાન અનુષ્ઠાન પૂર્ણાહુતિ સમારોહનો લાભ લીધો હતો
દરિયા કિનારે આવેલા સમર્પણ આશ્રમમાં પૂ. સદગુરૂ શિવકૃપાનંદસ્વામીના સાનિધ્યમાં ૪૫ દિવસીય ગહન ધ્યાન, અનુષ્ઠાનનો બુધવારે પૂર્ણાહુતિ સમારોહ યોજાયો હતો.
આ સમારોહમાં વિવિધ શહેરો તથા રાજ્યોમાંથી ૩૦ હજારથી વધુ શ્રદ્ધાળુઓએ ઉમટી પડી ભક્તિનું રસપાન લીધું હતું. આ ત્રણ દિવસના સમારોહમાં અનેક શ્રદ્ધાળુઓએ હાજરી આપી ધ્યાન અનુષ્ઠાન પૂર્ણાહુતિ સમારોહનો લાભ લીધો હતો.
અનુષ્ઠાનની પૂર્ણાહુતિ પ્રસંગે શ્રીલંકાના બૌદ્ધ સાધુઓ, નેપાળના સંતો ઉપરાંત દેશ-વિદેશથી સંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે એસઆરપીએફ-૧૧ બટાલિયન વાવ-કામરેજના જવાનો સમારોહના સ્થળ પર વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.
મારા જીવનમાં ૬૦ વર્ષે આ સ્થિતિ પામવા માટે આપ્યા છે અને દર વર્ષે હું ૪૫ દિવસની આ સાધના કરુ છું. દાન કંઈક મેળવવા માટે નહીં પણ આત્માને ખુશી મેળવવા કરો.
પોલીસ, આર્મીના જવાનોની સુરક્ષા અને આધ્યાત્મિક પ્રગતિ માટે અને તે પણ ધ્યાન માર્ગ સાથે જોડાઈ શકે એ હેતુથી ૨૦૧૮ના વર્ષને રક્ષક વર્ષ ઉજવવાશે.