સાઉથ આફ્રિકાના 75 વર્ષનાં પ્રેસિડન્ટ જેકબ ઝુમાએ બુધવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમની પાર્ટી આફ્રિકન નેશનલ કોંગ્રેસ (ANC) પાર્લામેન્ટમાં અવિશ્વાસનો પ્રસ્તાવ લાવીને તેમને હટાવવાની ફિરાકમાં જ હતી. ઝુમાએ કહ્યું કે પોતાની પાર્ટીના નિર્ણયથી સહમત નથી, પરંતુ હુંમ મારા ઓર્ગેનાઈઝેશનનો અનુશાસિત સભ્ય છું. કરપ્શન મામલે ભારતીય મૂળના બિઝનેસમેન ગુપ્તા બ્રધર્સ- અજય, અતુલ અને રાજેશની ધરપકડ પછી રાષ્ટ્રપતિ જેકબ ઝુમાની મુશ્કેલી વધી ગઈ હતી. ઝુમા પર ગુપ્તા બ્રધર્સને ખોટી રીતે ફાયદો પહોંચાડવાના આરોપ છે.
ઝુમાએ ટીવી પર રાજીનામાની જાહેરાત કરી
– ઝુમાએ નેશનલ ટેલીવિઝન પર પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી. તેમને કહ્યું કે, “હું તાત્કાલિક પ્રભાવથી સાઉથ આફ્રિકાના પ્રેસિડન્ટ પદેથી રાજીનામું આપુ છું.”
– રાજીનામું આપતાંની સાથે જ ઝુમાનું 9 વર્ષનું ટેન્યોર ખતમ થઈ ગયું. તેઓ બીજી અને અંતિમ વખત પ્રેસિડન્ટ બન્યાં હતા. 2019માં તેમનો કાર્યકાળ પૂર્ણ થવાનો હતો.
– ઝુમાની જગ્યાએ સાઇરિલ રામફોસાને અંતરિમ રાષ્ટ્રપતિ બનાવવામાં આવશે. ઝુમાએ કહ્યું કે, “રામાફોસાને પ્રેસિડન્ટ બનાવવાનો નિર્ણય યોગ્ય નથી.” રામાફોસાને બે માસ પહેલાં જ ANCના પ્રેસિડન્ટ બનાવવામાં આવ્યા હતા.
– ઝુમાએ તેમ પણ કહ્યું કે, “પ્રેસિડન્ટ પદ છોડ્યાં પછી પણ હું પાર્ટીની સેવા કરતો રહીશ.”
– “મને મારા વિરૂદ્ધ કોન્ફિડેન્સ મોશન કે ઈમ્પીચમેન્ટ લાવવાનો ડર ન હતો. અમારા સુંદર દેશમાં પ્રેસિડન્ટને સત્તા પરથી હટાવવા માટે એક કાયદાકીય પ્રક્રિયા છે.”
– ઝુમા વિરૂદ્ધ વિરોધ પક્ષ દ્વારા અનેક વખત અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો.
– 2005માં ડેપ્યુટી મિનિસ્ટર રહેલાં ઝુમા પર રેપનો આરોપ લાગ્યો હતો. ત્યારે પ્રેસિડન્ટ રહેલાં થાબો મબેકીએ તેમને પદ પરથી હટાવી દીધા હતા. જે બાદ ઝુમા તમામ આરોપોમાંથી નિર્દોષ બહાર નીકળ્યાં હતા.