જુનાગઢ મહાપાલિકાનું રૂ.૨૮.૬૪ લાખના પુરાંતલક્ષી બજેટને સ્થાયી સમિતિ સમક્ષ મુકયું હતું જોકે આ બેઠક બાદ મળેલ પત્રકાર પરીષદ દરમિયાન અપાયેલ બજેટ અંગેની બ્રીફમાં સુધારા-વધારા ટકાવારીમાં દર્શાવવામાં આવ્યા ન હતા. જેના કારણે પત્રકારોને આબ્રીફ એક તબકકે કોપડા જેવી લાગી હતી બાદમાં આ આંકડાકીય માહિતી અલગથી આપવામાં આવતા પત્રકારોમાં ઉઠતા સવાલો શાંત થયા હતા. પાણી વેરામાં કમરતોડ વધારા સિવાય આ બજેટમાં વિકાસલક્ષી ફુલગુલાબી ચિત્ર જોવા મળ્યું ન હતું પાણી વેરામાં મધ્યમ વર્ગીય રહેણાંકના અડધાના કનેકશનના સીધા ૭૦૦માંથી ૧૫૦૦ કરવાની દરખાસ્ત સાથે દિવાબતી કર ૧૦૪માંથી ૨૫૦ તેમજ આજ કર કોમર્શીયલ માટે ૪૦૦ માંથી ૧૦૦૦ કરવાની દરખાસ્ત આમાં રજુ કરવામાં આવી હતી.આ અંગે વધુ વિગતો અનુસાર મનપાના કમિશનર વી.જે.રાજપુતે આજે સન ૨૦૧૮-૨૦૧૯ના જુનાગઢ મનપાનું અંદાજપત્ર બજેટને રજુ કરવામાં આવ્યું હતું. આ બજેટ કુલ ૨૯૪.૫૨ કરોડનું હોવાનો અંદાજ આમાં સુચવવામાં આવ્યો છે. જેમાં ૨૮.૬૪ લાખ વર્ષાતે પુરાંત સુચવવામાં આવી છે. આ અંદાજપત્રમાં ૯૪.૭૧ કરોડ વર્ષ દરમિયાન રેવન્યુ ઉપજ તેમજ ૧૯૯.૮૧ કરોડ કેપીટલ ઉપજ દર્શાવવામાં આવી છે. આમ કુલ ૨૯૪.૫૨ કરોડની ઉપજ આંકરવામાં આવી છે. તેમજ તેની સામે રેવન્યુ ખર્ચ અને કેપીટલ ખર્ચ મળી કુલ ૨૯૪.૩૪ કરોડનો ખર્ચ આંકરવામાં આવેલ છે. જોકે આ તમામ માહિતીઓ ટકાવારી સહિત બ્રીફમાં દર્શાવવામાં આવી ન હતી. બુઘ્ધીજીવીઓએ આ બ્રીફને ઘડા વગરની ગણાવી હતી. કોર્પોરેટરોના હવાલે વોર્ડ દીઠ જોગવાઈ કરવામાં આવી છે.
અમૃત યોજનાના ફાળાપેટે મંજુર થયેલ ૧૪૬ કરોડના ૧૦ ટકા લેખે ૧૪.૬ કરોડ અનામત રાખવામાં આવશે. આવી જ રીતે સરકારી ગ્રાન્ટમાંથી ૫ ટકા લેખે ૫ કરોડ ક્ધટીઝન્સી જોગવાઈ રખાઈ છે. આ ઉપરાંત ખાદ્યને પહોંચી વળવા અને જ‚રીયાતોને પૂર્ણ કર, પાણી વેરા અને દિવાબતી કરમાં વધારો આવશ્યક જણાઈ રહ્યો હોય જે સુચવવામાં આવેલ છે. જેમાં ફેકટર એફ-૨ અને એફ-૩માં ૦.૧૦ પૈસાનો ફેરફાર સુચવવામાં આવે છે. ખુલ્લા પ્લોટ ઉપર ચાર્જ પ્રતિ ચો.મી.ના રૂ.૨ના બદલે ૫ રૂ.ચાર્જ વસુલવાની ભલામણ કરવામાં આવી છે. તેમજ પાણી પુરવઠાના પ્રોજેકટ અંતર્ગત ઉંચી ટાંકી, ભુગર્ભ ટાંકો, પમ્પીંગ સ્ટેશન તથા ડીસ્ટ્રીબ્યુશન લાઈન તથા પ્રોજેકટ સહિત કુલ ૫૨૦૦ કરોડના ડી.પી.આર તૈયાર કરવાની કાર્યવાહી પ્રગતિમાં છે. જે આગામી વર્ષમાં મહદઅંશે પૂર્ણ કરવાનું આયોજન કરેલ છે. ઉપરાંત ડ્રેનેજ પ્રોજેકટમાં ભુગર્ભ ગટર યોજના અંતર્ગત રૂ.૬૦ કરોડની સૈદ્ધાંતિક મંજુરી મળેલ છે. જે અંતર્ગત રૂ.૩૪ કરોડના ખર્ચે ભુગર્ભ ગટર તથા રૂ.૨૦ કરોડના ખર્ચે સુ-એઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા પમ્પીંગ સ્ટેશન બનાવવા અર્થે ટેન્ડરીંગ પ્રક્રિયા કરવામાં આવશે. હાલ ભાવ મંજુરી અર્થે સ્થાયી સમીતીમાં દરખાસ્ત કરવામાં આવી છે. આગામી વર્ષમાં મહદઅંશે ૫૦ ટકાથી ૬૦ ટકા કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે. તેમજ ગાર્ડન પ્રોજેકટ અંતર્ગત વર્ષ ૨૦૧૫-૧૬ના પ્રોજેકટ અંતર્ગત રાજીવ ગાંધી પાર્કનું આશરે ૨૫.૫૭ લાખના ખર્ચે પૂર્ણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત વર્ષ ૨૦૧૬-૧૭માં ટીંબાવાડી ખાતે ૨૫.૧૯ લાખના ખર્ચે નવું ગાર્ડન તથા ઈન્દીરાગાંધી ચિલ્ડ્રન પાર્કનું રીનોવેશન રૂ.૧૬.૬૭ લાખનું કામ હાલ પ્રગતિમાં છે જે ટુંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. આગામી વર્ષમાં દોલતપરા ગાર્ડન વિસ્તારમાં રૂ.૨ કરોડના ખર્ચે બનાવવાનું આયોજન કરેલ છે. તેમજ ટ્રાન્સપોર્ટ પ્રોજેકટમાં આગામી વર્ષમાં મોતીબાગ ખાતે સાયકલીંગ ટ્રેક તથા ફુટપાથ બનાવવા અને પીકઅપ બસ સ્ટેન્ડના રીનોવેશન અર્થે આશરે રૂ.૨ કરોડના ડી.પી.આર. તૈયાર કરવામાં આવેલ છે જે મુજબ આગામી વર્ષમાં સદરહુ કામગીરી પૂર્ણ કરવામાં આવશે.
ગઈકાલે મળેલ જનરલ બોર્ડમાં સામાન્ય પ્રજાજનને આ બેઠકથી અળગો રાખવામાં આવ્યો હતો. સામાન્ય પ્રજાજનમાં આ અંગે મનપાના પટાંગણમાં અનેક ચર્ચાઓ ઉઠવા પામી હતી. માહોલ એવો ઉભો કરવામાં આવ્યો હતો કે આ જનરલ બોર્ડ પર જાણે કોઈ આતંકવાદીઓનો ડોળો હોય અને ભારતની વીવીઆઈપી હસ્તીઓ આ જનરલ બોર્ડમાં હાજર હોય પ્રજાલક્ષી પ્રજાના કામ માટે ચાલતા જનરલ બોર્ડમાં પ્રજાને જ આવવાની મનાઈ વાહ..રે જુનાગઢનો વિકાસ. હોસ્પિટલના પટાંગણમાં ઉપસ્થિત જનમેદનીમાં આવા શબ્દો જોરશોરથી બોલાયા હતા. આની સાથે જુનાગઢમાં આ કમિશનર તેમજ સતાધીશોની દયાથી વિકાસ ગાંડો થાય, આંધળો થાય પરંતુ હવે તો જુનાગઢ વાસીઓને વિકાસ ભુરાયો થયાનું નજરે ચડી રહ્યું છે. સામાન્ય પ્રજાજનને મનપામાં શું ચાલે છે ? તે જોવાનો હકક આ લોકશાહિના શાસનમાં નથી. આ જુનાગઢ ભારતમાં જ છે કે કોઈ સરમુખત્યાર દેશમાં ? આવી અનેક ચર્ચાઓ આ તકે ઉપસ્થિતોમાં ઉઠવા પામી હતી. સાથે કહ્યાગરા અને જીહજુરીયાઓની ટેવવાળા સતાધારીઓએ બજેટની તૈયાર કરેલ બ્રિફમાં આંકડાકીય માહિતીઓમાં કોઈ ટાંગામેળ દેશી હિસાબવાળાઓને દેખાતો ન હતો. પ્રાયમરી સુધી અભ્યાસ કરેલાઓને પણ આ બ્રિફ તૈયાર કરવા આપવામાં આવે તો આના કરતા કદાચ સારી બ્રીફ તૈયાર કરી શકે.
આ બ્રીફમાં જણાવ્યા અનુસાર આ બજેટમાં નરસિંહ સરોવરના બ્યુટીફીકેશન માટે ૬૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જે ગત બજેટમાં ૧૫ કરોડ ફાળવવામાં આવ્યા હતા.