જામનગરમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરીને નકલી દૂધ બનાવવા બે શખ્સોની પોલીસે ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધા હતા. જામનગરમાં ઘણાં સમયથી નકલી દૂધ બનાવી બેરોકટોક વેચવામાં આવતું હતું.
જામનગરમા છતર ગામે એક કારખાનું ખોલીને પાવડર અને સોયાબીન તેલમાંથી નકલી દૂધ બનાવી ખુલ્લેઆમ વેચવાનો કારોબાર ધમધમતો હતો. આ અંગે પોલીસને મળેલી બાતમીને આધારે, સ્થાનિક ગુના નિવારણ શાખાએ છાપો મારી બે આરોપીઓને ઝડપી લેવાયા છે. તેમની પાસેથી નકલી દૂધ બનાવવાની સામગ્રી જપ્ત કરવામાં આવી હતી.
પોલીસે નકલી 500 લીટર જેટલું દૂધ પણ જપ્ત કરી પુરાવા એકઠાં કરી તેમની સામે કામ ચલાવવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી.