વેરાવળ સટ્ટાબજારમાં આવેલ નાની હવેલીથી પોથીયાત્રાનો પ્રારંભ થયેલ હતો. જેમાં કથાના મુખ્ય યજમાન વેજાણંદભાઈ વાળા પરિવાર સહિત પોથી યજમાનોએ પુજન કરી પોથીયાત્રાનો પ્રારંભ કરેલ. મુખ્યાજી મહેશભાઈએ સૌનુ ઉપરણા ઓઢાડી સ્વાગત કરેલ હતું. આ પોથીયાત્રામાં ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી પી.કે.લહેરી વેપારી અગ્રણી ચીમનભાઈ અઢીયા સહિત ટ્રસ્ટના અધિકારી કર્મચારી વિગેરે જોડાયા હતા. ટ્રસ્ટી સેક્રેટરી પી.કે.લહેરીનું પુષ્પહારથી વકતા કૃણાલભાઈ જોષીનું સ્વાગત કરેલ હતું.
પોથીપુજન સાથે કૃણાલભાઈ જોષીએ મંગલાચરણ સાથે દશમ સ્કંધ કથાનો પ્રારંભ કરેલ હતો. સૌ પ્રથમ નવ ભકિત માર્ગોની સમજ આપેલ. વૈષ્ણવ ઠાકોરજીને શા માટે પ્રિય છે ? વૈષ્ણવ કેવા હોવા જોઈએ ?.. સર્વે લોકોને વંદન કરે તેને વૈષ્ણવ કહેવાય.
જેની અંદર કપટ ન હોય વૈષ્ણવ તેવા હોવા જોઈએ. ભાગવત શ્રવણથી આપણી અંદર રહેલ જ્ઞાન-ભકિત-વૈરાગ્યને પોષણ મળે છે. કૃષ્ણ દેહોત્સર્ગ પ્રસંગની યાદી કરતા વકતાએ જણાવેલ કે સ્વધામ જતી વેળા શ્રીકૃષ્ણને ઉદ્ધવએ પ્રશ્ર્ન કર્યો કે ઘોર કળીકાળ આવે છે, તમે જશો તો અમને તમારા દર્શન કયાં થશએ ? પરમાત્મા તેમનો ઉતર આપતા કહે કે હે..! ઉદ્ધવ તમારે મને શોધવો હશે તો હું ભાગવત‚પી સીંુધુમાં જશો ત્યાં હું મળીશ. કૃષ્ણએ પોતાનું તેજ ભાગવતમાં ઉતાર્યું છે, ભાગવત પુસ્તકમાં પરમેશ્ર્વર છે, ગ્રંથમાં ગોવિંદ છે. ધંધુકારીને મુકિત ભાગવતે અપાવી છે. દશમ સ્કંધ એ ભાગવતનું હૃદય છે.