- મગદલ્લા રોડ પર કારમાં બ્લાસ્ટ થતાં લાગી આગ
- વેપારી દિપક પટેલનું મો*ત
- ફાયરની ટિમ ઘટના સ્થળે પોંહચી
આજકાલ આગ લાગવાની ઘટના ઘણી વધતી જાય છે, ત્યારે ફરી એકવાર સુરતના મગદલ્લા રોડ કારમાં આગનો બનાવ સામે આવ્યો છે. કારમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હોવાનું સામે આવ્યું હતું. આ દરમિયાન યાનના વેપારી દિપક પટેલનું મો*ત થયું છે. તેમજ કારમાં આગ લાગતા ફાયરની ટિમ ઘટના સ્થળે પહોંચી હતી. આગમાં સંપૂર્ણ ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી.
મળતી માહિતી મુજબ, સુરતમાં આગના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે ફરી એકવાર કારમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. તેમજ આગ લાગવાની સાથે કારમાં બ્લાસ્ટ થયો હોવાનું સ્થાનિકો કહી રહ્યાં છે. તેમજ કારમાં આગ એટલી પ્રચંડ હતી કે યાનના વેપારી દીપક પટેલનું મો*ત નીપજ્યું હતું.
આગ પર કાબુ મેળવાયો
આ ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી પહોંચ્યો હતો. જેણે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે, કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. ત્યારે હાલ સમગ્ર આગને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ફાયર ઓફિસરે કહ્યું કે, અમે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે અડધી કાર સળગી ગઈ હતી. પરંતુ અમે આગ પર કાબુ મેળવી લીધો હતો. જો કે, કાર બળીને ખાખ થઈ ગઈ હતી. તેમજ કારમાંથી મૃ*તદેહ મળી આવ્યો હતો. આ દરમિયાન હાલ વધુ તપાસ કરવામાં આવી રહી છે.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય