જીએસટી અને નોટબંધી જેવા પડકારો બાદ પણ ભારતની વૈશ્ર્વિક બોલબાલા
ભારત ભરોસાપાત્ર છે તે પુરવાર થઈ ચુકયું છે. ભારતનો સમાવેશ ટોપ ત્રણ વિશ્ર્વાસનિયતા ધરાવતા રાષ્ટ્રોમાં થયો છે. આ ત્રણ દેશો પર વિશ્ર્વભરને વિશ્ર્વાસ છે. દાવોસમાં યોજાયેલી સભામાં ગ્લોબલ ટ્રસ્ટ દ્વારા વાર્ષિક ડેટા રજુ કરવામાં આવ્યો હતો. જોકે આ વર્ષે ભારતે નોટબંધી અને જીએસટી જેવા પડકારો પસાર કર્યા છે. એમ છતાં ભારત વિશ્ર્વાસપ્રિય બન્યું છે. જયા સુધી લોકો ભારતમાં વેપારની તકો, મીડિયા અને એનજીઓની સરાહનીય કામગીરી પર વિશ્ર્વાસ રાખશે ત્યાં સુધી ભારત ભરોસાપાત્ર બની રહેશે. જોકે ગત વર્ષે ભારત નંબરવન રહ્યું હતું તો આ વખતે ત્રીજા સ્થાને આવી પહોંચ્યું છે.
વર્ષ ૨૦૧૦માં વિશ્ર્વસ્તરીય વિશ્ર્વાસનિયતામાં પહેલા ક્રમાંકે ભારત, બીજુ ઈન્ડોનેશિયા, ત્રીજુ ચીન, ચોથુ સિંગાપોર અને પાંચમું યુએઈ રહ્યું હતું. ત્યારે વર્ષ ૨૦૧૮માં ચીન પહેલુ, ઈન્ડોનેશિયા બીજુ તો ભારત ત્રીજા સ્થાને આવી પહોંચ્યું છે. દાવોસની વાર્ષિક મીટના સામે આવ્યું હતું કે, ચીને આ વર્ષે સારો એવો બુસ્ટર જમ્પ માર્યો છે. તો ભારતીય મીડિયાનો વિશ્ર્વાસનિયિતામાં ડંકો વાગ્યો હતો. જેમાં સૌથી ઓછી મીડિયાની વિશ્ર્વાસનિયતા અમેરિકાને મળી હતી.
સર્વે રિપોર્ટ મુજબ અમેરિકા એ ભરોસાનું સ્થાન જીવતા ઘણા વર્ષોથી સંઘર્ષ કરવો પડી રહ્યો છે ત્યારે ભારતે લીલોતરી મામલે તળીયાનું સ્થાન મેળવ્યું છે.
દાવોસની સભામાં મોદીએ જણાવ્યું હતું કે, અઘ‚ કે જીએસટી અને નોટબંધી પરંતુ તેનાથી લાંબા ગાળે ફાયદો થશે. રિપોર્ટ મુજબ કેનેડા, સ્વીઝલેન્ડ, સ્વિડન અને ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ ભરોસાપાત્ર પેઢીઓની નોંધ લેવામાં આવી હતી.