નગરજનો ભાતિગળ ભોજન બનાવવાની પઘ્ધતિથી થશે માહિતગાર: ત્રણ દિવસ શૈક્ષણિક વાર્તાલાપો, ફિલ્મો અને ઓર્ગેનક કિચન ગાર્ડન સેમીનાર સહીતના કાર્યક્રમો
રોકેટ ગતિએ વિકાસ કરી રહેલા રાજકોટ શહેરના નગરજનોના આરોગ્યની સતત દરકાર જેમના હ્રદયમાં હોય છે તેવી બે સંસ્થાઓ ધરામિત્ર અને ઓર્ગેનિક મોલ દ્વારા પ્રાકૃતિક પરંપરાગત ફુડ ફેસ્ટિવલનું આયોજન તા. ૨૬,૨૭,૨૮ જાન્યુઆરી દરમિયાન નરભેરામ પાનાચંદ મહેતા મેમોરીયલ હોલ, બાલભવન રેસકોસ ગેઇટ નં.પ ખાતે કરવામાં આવેલ જેનો સમય સવારે ૧૦ થી રાત્રીના ૧૦ સુધી રહેશે. આ અંગે વિગત આપવા અનિરુઘ્ધસિંહ જાડેજા, શરદ ચંદ્રેશ અને યશ રાવલે ‘અબતક’ની શુભેચ્છા મુલકાત લીધી હતી.
આતિથ્ય પ્રાકૃતિક પરંપરાગત ફુડ ફેસ્ટિવલમાં શુઘ્ધ અને સાત્વિક વાનગીઓ ઉ૫રાંત ખેડુત હાટ, ઘર સજાવટ, નાગરીક અને વિઘાર્થી ઘડતરને લગતા શૈક્ષણિક વાર્તાલાપો,ફિલ્મો અને બાળકો માટે મનોરંજનનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. ઓર્ગેનિક કીચન ગાર્ડ અંગે બાળકો અને મહીલાઓ માટે ખાસ શૈક્ષણિક સેમીનારનું આયોજન કરવામાં આવેલ છે.આપના બાળકોને માટીનો સ્પર્શ કરાવવા કુંભારનો ચાકડો બાળકોનો દોસ્તાર બનશે. પર્યાવરણ અને સજીવખેતી આરોગ્ય જાગૃતિને લગતી અંધશ્રઘ્ધા નિવારણ ફિલ્મો પ્રદર્શિત થશે.વિવિધ તજજ્ઞો દ્વારા જ્ઞાનવર્ધક વાર્તાલાપનું આયોજન રોજ સાંજે કરવામાં આવેલ છે.આ ફેસ્ટીવલ માટે બાલભવન, રાજકોટ તથા સુરક્ષા સેતુ સોસાયટી અને જીવન માંગલ્ય ટ્રસ્ટ તથા સર્વોદય સ્વાવલંબન મહીલા મંડળ તરફથી પણ અમૂલ્ય સહયોગ પ્રાપ્ત થયેલ છે.આ ફુડ ફેસ્ટિવલમાં પધારવા માટે ધરામિત્ર અને ઓર્ગેનિક મોલ તરફી શહેરીજનોને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે. વધુ માહીતી માટે સંપર્ક પી.સી. મહેતા મો. ૯૪૨૬૬ ૧૮૫૫૬ અનિરુઘ્ધસિંહ જાડેજા મો. ૯૯૦૯૯ ૫૪૫૭૭ પર સંપર્ક કરવો.
રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનીત ઉતરાખંડના બસંતી દેવી આપશે હાજરી
રાષ્ટ્રપતિ સન્માનીત બસંતીદેવી ઉતરાખંડથી આવી આતિથ્ય ફુડ ફેસ્ટિવલ અને ખેડુત હાટમાં હાજરી આપી ખેડુનોને પ્રોત્સાહીત કરશે. મહીલા સશકતિકરણ અને કુદરતી સંસાધનોના સૌરક્ષણ માટે તેમને ૨૦૧૬માં રાષ્ટ્રપતિએ એવોર્ડ આપ્યો હતો. આવતીકાલે સાંજે ૭.૩૦ કલાકે ગેઇટ નં.પ નરભેરામ પાનાચંદ મહેતા મેમોરીયલ હોલ, રેસકોસ ખાતે પધારવા નગરજનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.