રાજકોટ મહાનગરપાલિકાના 34માં કમિશનર તરીકે ચાર્જ સંભાળતા તુષાર સુમેરા: અધિકારીઓ સાથે બેઠક યોજી: એક ટીમ બની કામ કરી શહેરીજનોને સર્વોત્તમ આપવાના પ્રયાસો કરીશું: નવ નિયુક્ત કમિશનરનો કોલ
રાજકોટ મહાનગરપાલિકાના 34માં મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ આજે વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો છે. તેઓએ ચાર્જ ગ્રહણ કર્યા બાદ પત્રકારો સાથેની વાતચિત દરમિયાન જણાવ્યું હતું કે જે ભૂમિ પર હું ભણ્યો છું તે શહેરમાં મને મ્યુનિ. કમિશનર તરીકે કામ કરવાની તક મળી છે. જેના માટે હું મારી જાતને સૌથી વધુ નશીબદાર માનું છું. સરકાર અમને પગાર જ પ્રજાના પ્રશ્ર્નો હલ કરવા અને સરળતાથી વહિવટી કામગીરી ચાલે તેના માટે આપે છે. રાજકોટની જનતા માટે મારા દરવાજા હમેંશા ખુલ્લા રહેશે.
મ્યુનિ. કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા હોઈ તેનો સીધો સંપર્ક નાગરિકો સાથે રહે છે. લોકોને મહાનગરપાલિકાની વિવિધ સેવાઓ સારીરીતે પ્રાપ્ત થાય તે ખુબ જ જરૂરી છે.
મ્યુનિ. કમિશનરે વધુમાં પોતાના મંતવ્ય જણાવતા કહ્યું હતું કે, અર્બન ડેવલપમેન્ટ મારો મનગમતો વિષય છે. રાજકોટ એ ઈંળાજ્ઞિફિંક્ષિં ઈશિું જ્ઞર ઈંક્ષમશફ છે ત્યાં કમિશનર તરીકે આજે ચાર્જ સંભાળ્યો છે. રાજકોટનું આ ઇમ્પોર્ટન્ટ જાળવી રાખીશું. આજે સવારે રાજકોટ આવેલો ત્યારે સર્કિટ હાઉસથી કોર્પોરેશન તરફ આવતા મને મારી શાળા વચ્ચે આવી. જોઈને આનંદ થયો. હું મારી જાતને નશીબદાર માનું છું કે, જ્યાં ભણ્યો ત્યાં જ કમિશનર તરીકે કામગીરી કરવાનો મોકો મળ્યો.
રાજકોટ શહેરમાં જે કોઈ પણ ઇસ્યુ ચાલી રહ્યા છે તેના વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું અને તેના નિરાકરણ કરવાની સૌ સાથે મળીને કોશિશ કરીશું.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે હું રાજકોટમાં મોટો થયો છું અને શહેરને સારી રીતે જાણું છું. આજે સવારે જ્યારે હું સર્કિટ હાઉસથી કોર્પોરેશનની કચેરીએ આવતો હતો ત્યારે રસ્તામાં જ મારી સ્કૂલ આવી કે જ્યાં મેં અભ્યાસ કર્યો હતો. શિક્ષક તરીકે નોકરી દરમિયાન હું જ્યારે અપડાઉન કરતો અને બસ સ્ટેશન પાસે કોર્પોરેશનની કચેરી પાસેથી જ પસાર થતો હતો. દરેક વ્યક્તિનું એવું સપનું હોય છે કે તે આઇએએસ બને. હું મારી જાતને ખૂબ જ નશીબદાર માનું છું કે હું જે ભૂમિ પર ભણ્યો અને આઇએએસ બન્યા બાદ મને તે ભૂમિ પર જ કામ કરવાની તક મળી. જનતાના નાના-મોટા પ્રશ્ર્નો હલ કરવા માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું. સંકલન સાથે શહેરને વધુ સર્વોત્તમ બનાવવા માટેના કામ કરતા રહીશું.
ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બાદ હવે રાજકોટના મ્યુનિ.કમિશનરની સીટ હોટસીટ બની ગઇ છે. આ પ્રશ્ર્નના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે એક આઇએએસ અધિકાર માટે તમામ સીટ હોટસીટ જ હોય છે. તમારી સામે સતત પડકારો આવતા હોય સાથોસાથ તક પણ ઉભી થતી હોય છે. એક ટીમ તરીકે કામ કરી તમામ ઇશ્યૂ સાથે મળીને હલ કરવાના પ્રયત્નો કરીશું. અમને ટ્રેનિંગ જ એ રીત અપાતી હોય છે કે અમે કોઇપણ પડકારને આસાનીથી ઝીલી શકી અને તેને પાર પાડી શકીએ.
તેઓએ ઉમેર્યું હતું કે અમને પગાર જ એનો મળે છે કે અમે પ્રજાના પ્રશ્ર્નોનો નિકાલ કરી શકીએ. મ્યુનિ.કમિશનર તરીકે મારા દરવાજા રાજકોટવાસીઓ માટે 24 કલાક ખૂલ્લા રહેશે. અર્બન ઓથોરિટીમાં મેં પાંચ વર્ષ સુધી કામ કર્યું છે. આ ઉપરાંત મ્યુનિ.કમિશનર તરીકે પણ હું કામગીરી કરી ચુક્યો છું. જેના અનુભવનો લાભ મને રાજકોટમાં મળશે સાથે રહીને રાજકોટને વધુ વિકસિત બનાવવાનો પ્રયત્ન કરીશું.
અત્રે ઉલ્લેખનીય છે કે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તાત્કાલીક અસરથી રાજ્ય સરકાર દ્વારા આનંદ પટેલની બદલી કરી રાજકોટના મ્યુનિ.કમિશનર તરીકે દેવાંગ દેસાઇની નિયુક્તી કરવામાં આવી હતી. 6 મહિનાના ટૂંકા ગાળામાં સરકાર દ્વારા ફરી તેઓની બદલી કરી દેવામાં આવી છે. કારણ કે તેઓએ વહિવટી પ્રક્રિયા ખૂબ જ જટીલ બનાવી દીધી હતી. જેના કારણે રાજકોટનો વિકાસ જાણે થંભી ગયો હોય તેવું લાગતું હતું. આરએમસીના કમિશનર તરીકે રાજ્ય સરકાર દ્વારા તુષાર સુમેરાની નિયુક્તી કરવામાં આવી છે. આજે તેઓએ ચાર્જ સંભાળ્યાની સાથે જ કામગીરી હાથ પર લીધી હતી. અધિકારીઓ સાથે ઓળખ પરેડ કરવા બેઠક પણ યોજી હતી.