- પાલનપુરમાં ACBની સફળ ટ્રેપ
- પાલનપુર DILR જિલ્લા ઈન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ્સનાં બે સર્વેયરને એક લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા
પાલનપુર DILR જિલ્લા ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ્સનાં સર્વેયર લાંચમાં ACBના હસ્તે ઝડપાઈ આવ્યાં છે. તેમાં ચંડીસર ખાતે આવેલી ધોળેશ્વર મહાદેવ મંદિર પાસે વીવાંશ સર્વેયર ઓફિસમાં જમીન માપણીને લઈ ફરિયાદી પાસે એક લાખની લાંચ લેતાની સાથે જ બનાસકાંઠા ACBએ બંને અધિકારીઓને ઝડપી પાડયા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અનુસાર માહિતી મુજબ, પાલનપુર DILR જિલ્લા ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ્સનાં સર્વેયર લાંચ લેતા બનાસકાંઠા ACB ના હાથે રંગે હાથ ઝડપાયા છે. તેમજ ફરિયાદીએ ખેતીની જમીન અને પ્રમોલગેશન થતાં ક્ષેત્રફળમાં ફેરફાર થયેલ જે સુધારો કરવા DILR (જીલ્લા ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ્સ) કચેરીમાં અરજી આપી હતી.
જેમાં બંને અધિકારીઓએ જમીન માપણી કરી ફરિયાદી પાસે 1 લાખની સર્વેયર ભાવેશ પાતાણી, તેમજ રામા ચૌધરીએ લાંચ માંગી હતી. આ ઉપરાંત જો કે, ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય ત્યારે બનાસકાંઠા જિલ્લા ACBનો સંપર્ક કર્યો હતો અને ACB દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યું હતું. ત્યારે આ આધારે બંને અધિકારીઓએ વિવાંશ સર્વેયર ઓફિસ ધોળેશ્વર મહાદેવ મંદિર સામે ચંડીસર ખાતે ફરિયાદી પાસે લાંચના પૈસાનો સ્વીકાર કરતા જ ACBએ રંગે હાથ ઝડપી પાડ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લાંચમાં ઝડપાયાયેલા અધિકારી
રામા ચૌધરી, હોદ્દો -સરકારી લાઇસન્સ સર્વેયર, DILR કચેરી, પાલનપુર ભાવેશ પાતાણી, હોદ્દો-સરકારી લાઇસન્સ સર્વેયર, DILR કચેરી, પાલનપુર