- રાજકોટના વીંછીયા તાલુકાના સગીરાનું સાયલાના કોટડા ગામના 21 વર્ષના ચિરાગ ધોરીયાએ કર્યુ અપહરણ
- પોલીસે શોધખોળ કરતાં ચોટીલાના લાખણકા ગામે વાડીના રૂમમાં બંનેની લાશ મળી આવી
આજકાલ આપઘાતના બનાવ ઘણા વધી રહ્યા છે. મોબાઇલના યુગમાં જીવતી આજની જનરેશનમાં સૌથી વિપરીત અસર ગ્રામ્ય પંથકના યુવા ઉપર પડી છે. ત્યારે અણસમજની ઉમરે આકર્ષણનાં ઓછાયે કહેવાતા પ્રેમમાં પડી વિચાર્યા વગરના પગલા ભરી લેવાના કિસ્સાઓ વધી ગયા છે. આવા કિસ્સામાં જે તે સગીરા કે સગીર અથવા યુવાન કે યુવતિઓ તો વિચાર્યા વગર આપઘાત કરી લેતાં હોય છે. ત્યારે ફરી એક વાર રાજકોટના વીંછીયા તાલુકાના સગીરાનું સાયલાના કોટડા ગામના 21 વર્ષના ચિરાગ ધોરીયાએ અપહરણ કર્યુ હતું. આ દરમિયાન પોલીસે શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન તે બંને ચોટીલાના લાખણકા ગામે વાડીના રૂમમાં બંનેની લાશ મળી આવી હતી.
મળતી માહિતી મુજબ, રાજકોટના વીંછીયા તાલુકાના સગીરાનું સાયલાના કોટડા ગામના 21 વર્ષના ચિરાગ ધોરીયાએ અપહરણ કર્યું હતું. આ દરમિયાન સગીરાના પરિવારે પોલીસને જાણ કરી હતી તેથી સમગ્ર ઘટનાને ધ્યાને લઈ પોલીસે શોધખોળ શરૂ કરી હતી. આ ઉપરાંત બંનેની શોધખોળ કરતાં ચોટીલાના લાખણકા ગામે વાડીના રૂમમાં બંનેની લાશ મળી આવી હતી.
અનુસાર માહિતી મુજબ, લાખણકા ગામની સીમમાં આવેલી રમેશની વાડીના બે માળના રૂમ પૈકી ઉપરના રૂમમાંથી સાયલાના કોટડા ગામના 21 વર્ષના યુવાન અને વિંછીયાના નાના માત્રા ગામની 16 વર્ષની સગીરાની બંનેની સાથે લાશ મળી આવતાં ચકચાર જામી ગઈ હતી. આ ઉપરાંત ગયા ગુરૂવારે જ આ યુવાન વિરૂધ્ધ સગીરાના અપહરણ અંગેનો ગુનો વિંછીયા પોલીસમાં સગીરાના પિતાએ દાખલ કરાવ્યો હતો. આ દરમિયાન રાજકોટના વીંછીયા તાલુકાના સગીરાનું સાયલાના કોટડા ગામના 21 વર્ષના ચિરાગ ધોરીયાએ અપહરણ કરી બંનેએ સાથે આપઘાત કર્યું હોવાનું સામે આવ્યું હતું.
બંને વચ્ચે પ્રેમ થઇ ગયો હોવાથી યુવાને તેણીને ભગાડયા બાદ સમાજ એક નહિ થવા દે તેવા ડરથી બંનેએ સાથે આપઘાત કરી લીધાની શક્યતા છે. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ પોલીસ આગળ કાર્યવાહી કરશે. પણ પાછળ તેમના પરિવારજનો ઉંડા આઘાતમાં ગરક થઇ જતાં હોય છે અને તેમને ખુબ સહન કરવું પડતું હોય છે. આ સમગ્ર ઘટનાને લઈ બંને પરિવારમાં શોકનો માહોલ છવાય ગયો હતો.