- પુણા પર્વતપાટિયા પાસે ટ્રક અને મોપેડ ગાડી વચ્ચે સર્જાયો અકસ્માતનો બનાવ
- મોપેડગાડી ટ્રક નીચે આવી જતાં મોપેડ સવાર મહિલાને ઇજા પહોંચી
- શહેરમાં ટ્રક ચાલકોનો ત્રાસ યથાવત જોવા મળ્યોઅકસ્માતની ઘટનાને લઈ ઘટના સ્થળ પર ટ્રાફિક જામ સર્જાયો
Surat : બેફામ દોડતા ટ્રક અને ડમ્પરોના કારણે અનેક નિર્દોષોનો ભોગ લેવાયા હોવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે, ત્યારે સુરતના પર્વતપાટિયા વિસ્તારમાં એક ટ્રક ચાલકે મોપેડ સવાર મહિલાને અડફેટે લીધી હતી. જો કે સદનસીબે યુવતીનો જીવ બચી ગયો છે. તેમજ ટ્રક ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ જતો હોવાનું સામે આવ્યું છે.
આ અંગે મળતી માહિતી મુજબ, સુરતમાં પુણા પરત પાટિયા પાસે ટ્રક અને મોપેડ વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે, ત્યારે ટ્રકની નીચે મોપેડ આવી જતા મોપેડ સવાર યુવતી ટ્રક નીચે ફસાઈ ગઈ હતી. પરંતુ અકસ્માતની ઘટનામાં યુવતી ટ્રકની નીચે ફસાઈ ગઈ હતી. જેથી ટ્રક ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. ત્યારે ત્યાં હાજર લોકોએ મોબાઈલમાં કંડારી લીધો હતો.
આ દરમિયાન યુવતી ટ્રકની નીચે ફસાયેલી હતી અને બચાવો બચાવોની બૂમ પાડી રહી હતી. યુવતીને ટ્રકની નીચે ફસાયેલી જોઈ હાજર ટોળાએ મસ મોટા ટ્રકને હાથથી ધક્કો મારી ખસેડવાની શરૂઆત કરી હતી અને ટ્રક ખસેડી યુવતીને બહાર કાઢી હતી.
આ દરમિયાન સદ્દનસીબે આ ઘટનામાં યુવતીને સામાન્ય ઇજાઓ થઈ છે. તેમજ યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જો કે અકસ્માત કેટલો ગંભીર છે ત્યારે ટ્રક મોપેડ પર આવી જતા મોપેડ ચકનાચૂર થઈ ગયું હતું. ત્યારે હાલ સમગ્ર મામલે ટ્રક ચાલકને પકડવાના ચક્રો પોલીસે ગતિમાન કર્યા છે.
મોપેડને ટ્રકે જ્યારે અડફેટે લીધું, ત્યારે મોપેડ પર 2 મહિલાઓ સવાર હતી. તેમાંથી 1 મહિલા ઋતવી પટેલ અને બીજી નિમિશા યાદવ નામની યુવતી સવાર હતી. આ દરમિયાન ટ્રક ચાલકે અડફેટે લેતા નિમિશા બચી ગઈ હતી અને મોપેડ ચલાવતી ઋત્વી મોપેડ સાથે ટ્રકની નીચે આવી ગઈ હતી. તેમજ ઋત્વિને પગમાં ઈજા થઈ હોવાથી નજીકની ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. આ ઉપરાંત ટ્રક ચાલક દ્વારા કરવામાં અકસ્માતના પગલે પુણા પોલીસ દ્વારા ટ્રકને કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સાથે જ ફરાર થઈ ગયેલા ટ્રક ચાલકને ઝડપી પાડવાની દિશામાં પણ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત સુરત શહેરમાં બેફામ દોડતા ટ્રક ડમ્પરો અને ભારે વાહનો અનેક વખત અકસ્માત સર્જે છે, જેથી નિર્દોષોનો ભોગ લેવાય છે. તેમજ થોડા દિવસ પહેલા જ પાલ વિસ્તારમાં એક વિદ્યાર્થીને ડમ્પર ચાલકે અડફેટે લીધો હતો, જોકે તેના CCTV જોઈ સૌ કોઈના રુવાટા ઉભા થઈ ગયા હતા. તેમજ સુરત શહેરમાં ભારે વાહનો પર સમય મર્યાદામાં પ્રતિબંધ છે છતાં પણ બેફામ ટ્રક અને ડમ્પરો પ્રતિબંધિત સમયમાં પણ દોડતા હોય છે જેના કારણે ઘણી વખત અકસ્માતો સર્જાતા હોય છે.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય