- તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કરાયું આયોજન
- તાલુકાની 20 શાળાઓના બાળ વૈજ્ઞાાનિકોએ પોતાની કૃતિ રજૂ કરી
- જીલ્લા-તાલુકા પંચાયતના સભ્યો રહ્યા ઉપસ્થિત
GCERT ગાંધીનગર પ્રેરીત જીલ્લા શિક્ષણ તાલીમ ભવન રાજકોટ અને તાલુકા કક્ષાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન વાજડી વડ પ્રાથમિક શાળામાં યોજાવામા આવ્યો હતો. જેમાં તાલુકાની 20 શાળાઓના બાળ વૈજ્ઞાાનિકોએ પોતાની કૃતિ રજૂ કરી હતી. ઉદઘાટન સમારોહમાં જિલ્લા પંચાયત સદસ્ય મોહન, તાલુકા પંચાયત પ્રમુખ વિપુલ મોરડ, તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રેખા પરમાર, તાલુકા ભાજપ મહામંત્રી મોહન ખૂંટ, તાલુકા વિકાસ અધિકારી પ્રદીપ સિંધવ ઉપસ્થિત રહ્યા હતા. ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર તેમજ શૈક્ષણિક કીટ આપી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે વાજડીવડ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી મૂકેશભાઈ દોંગા અને સમગ્ર શાળા સ્ટાફ એ જહેમત ઉઠાવી હતી.
અનુસાર માહિતી મુજબ, GCERT ગાંધીનગર પ્રેરીત જીલ્લા શિક્ષણ તાલીમ ભવન રાજકોટ અને BRC લોધીકા તાલુકા કક્ષનુ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન વાજડી વડ પ્રાથમિક શાળામાં યોજાવામાં આવ્યો હતો. જેમાં લોધીકા તાલુકાની 20 શાળાઓના બાળ વૈજ્ઞાાનિકોએ પોતાની કૃતિ રજૂ કરી હતી. તેમજ ઉદઘાટન સમારોહમાં જિલ્લા પંચાયત સદસ્ય મોહન દાફડા, તાલુકા પંચાયત પ્રમુખ વિપુલ મોરડ, તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રેખા પરમાર, તાલુકા ભાજપ મહામંત્રી મોહન ખૂંટ, તાલુકા વિકાસ અધિકારી પ્રદીપ સિંધવએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
સમાપન સમારોહમાં જિલ્લા ભાજપ મહામંત્રી મનોજ રાઠોડની અધ્યક્ષતામાં ભાગ લેનાર તમામ શાળાઓને શિલ્ડ અને પ્રમાણપત્ર તેમજ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન BRC કો-ઓર્ડીનેટર દર્શન જોશીએ કરેલ હતું. જેમાં શિક્ષક સંઘના આગેવાનોએ પણ સહયોગ આપ્યો હતો. તેમજ કાર્યક્રમને સફળ બનાવવા માટે વાજડીવડ પ્રાથમિક શાળાના આચાર્યશ મૂકેશ દોંગા અને સમગ્ર શાળા સ્ટાફએ જહેમત ઉઠાવી હતી.
અહેવાલ : ભીખુ ગોસાઈ