- ફાયર વિભાગ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો
- મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો
સુરતના ઉમરા ગામ વિસ્તારમાં તાપી નદીમાંથી એક અજાણ્યા યુવકોનો મૃતદેહ મળી આવ્યો હતો. આ યુવકનો મૃતદેહ તાપી નદીમાં તણાઈને આવ્યો હોવાની જાણ ગામ લોકોને થતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટના અંગેની જાણ થતા ફાયર વિભાગ અને પોલીસનો કાપલો કેટલા સ્થળે દોડી ગયો હતો. હાઈ વિભાગ દ્વારા મૃત દેને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે, ઉમરા ગામમાં દમણ ફળીયા તાપી કિનારા પાસેથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આશરે 35 વર્ષ ના અજાણ્યા યુવકનો મૃતદેહ ઉમરા ગામ તાપી નદી પાસે તણાઈ આવ્યો હતો. સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢ્યો હતો. ફાયર વિભાગે યુવકનો મૃતદેહ બહાર કાઢી ઉમરા પોલીસને મૃતદેહ સોંપ્યો હતો. પોલીસ દ્વારા યુવકના મૃતદેહને પોસ્ટ મોટો મળશે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
વેસુ ફાયર સ્ટેશન ના ફાયર ઓફિસર પ્રજ્ઞેશ પટેલે જણાવ્યું હતું કે, કંટ્રોલમાં કોલ મળ્યા બાદ જવાનોનો કાફલો દોડી આવ્યો હતો નદીમાં ભરતી હોવાના પગલે એક જગ્યાએ અટકેલી લાશ વહેણમાં તળાવની તૈયારીમાં હતી. જેથી મૃતદેહને બહાર કાઢી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસને મુદ્દે સોંપી દેવામાં આવ્યો હતો. મૃતક યુવકની ઉંમર 35 વર્ષ હોવાનો અંદાજ છે. જ્યારે મૃતક યુવકની ઓળખની દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય