- ઘરેલું હિંસા અધિનિયમ-2005 અને મહિલાલક્ષી વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત સમજ અપાઈ
સુરેન્દ્રનગર જિલ્લામાં મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા રાંદલમા હોલ, લાખુ પોળ ખાતે “ઘરેલું હિંસા અધિનિયમ – 2005” અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી ભરત ડાભી દ્વારા શાબ્દીક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઘરેલું હિંસા સેમિનારનો હેતુ સમજાવવામાં આવ્યો હતો.
આ ઉપરાંત એડવોકેટ રાજશ્રી ત્રિવેદી દ્વારા ઘરેલું હિંસા અધિનિયમ 2005 વિશે વિસ્તૃત માહિતી આપવામા આવી હતી. તેમજ જિલ્લા મિશન કોર્ડીનેટર જલ્પા દ્વારા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા અમલી યોજનાઓ જેવી કે, મહિલા સ્વાવલંબન યોજના, ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપ પુન: લગ્ન આર્થિક સહાય યોજના, બેટી બચાવો બેટી પઢાવો યોજના, વ્હાલી દિકરી યોજના વગેરે મહિલાલક્ષી યોજના અંગેની માહિતી આપવામાં આવી હતી.
PBSC સેન્ટરના કાઉન્સેલર ઇલા દ્વારા PBSC સેન્ટરની માહિતી તેમજ સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક ભાનુ દ્વારા સખી વન સ્ટોપ સેન્ટરની માહિતી, બાળ સુરક્ષા એકમ કાઉન્સેલર જોલી દ્વારા બાળ લગ્ન પ્રતિબંધિત અધિનિયમ 2006ની માહિતી આપવામાં આવી હતી. તેમજ બાળ લગ્ન મુકત ભારત અંગેની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી.
અહેવાલ : ઘનશ્યામ ભટ્ટી