- આર્થિક અને સામાજિક સશક્તિકરણના ક્ષેત્રે મહિલાઓની ઉત્કૃષ્ટ અને ઉમદા કામગીરી કરનાર અરજી કરી શકશે
- વધુ માહિતી માટે 02876-285150 નંબર પર સંપર્ક કરવો
ગીર સોમનાથમાં ગુજરાત સરકાર દ્વારા “ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર” યોજના અમલીકૃત છે. આ દરમિયાન મહિલા કલ્યાણ ક્ષેત્રે, મહિલાઓના સામાજીક/આર્થિક સશક્તિકરણને લગતી પ્રવૃત્તિ કરતી હોય તેવી સ્વૈચ્છિક સંસ્થા તેમજ તેવા મહિલા સામાજિક કાર્યકર પુરસ્કાર મેળવવા માટે આધાર પુરાવા સાથે અરજી કરી શકશે. આ ઉપરાંત કોઈ પણ સરકારી અથવા તો અર્ધસરકારી અને 100 ટકા સરકારી અનુદાનથી ચાલતી સંસ્થા આ પુરસ્કાર માટે અરજી કરી શકશે નહી. તેમજ મહિલા વિકાસ પુરસ્કાર મેળવવા તે અંગેનું અરજી પત્રક મહિલા અને બાળ વિભાગની વેબસાઇટ અને ગૂગલ ડ્રાઈવ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, મહિલા અને બાળ વિકાસ વિભાગ-ગાંધીનગર, ગુજરાત સરકાર દ્વારા “ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર” યોજના અમલીકૃત છે. જે અંતર્ગત વર્ષ 2024-2025 માં “ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર” મહિલાઓના આર્થિક અને સામાજિક સશક્તિકરણના ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ અને ઉમદા કામગીરી માટે એનાયત કરવાના થાય છે.
જેમાં ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર ઈચ્છુક સ્વૈચ્છિક સંસ્થા તેમજ સામાજીક કાર્યકર જે ઓછામાં ઓછા છેલ્લા 10 વર્ષથી ગુજરાત રાજ્યમાં મહિલા કલ્યાણ ક્ષેત્રે, મહિલાઓના સામાજીક/આર્થિક સશક્તિકરણને લગતી પ્રવૃત્તિ કરતી હોય તેવી સ્વૈચ્છિક સંસ્થા તેમજ તેવા મહિલા સામાજિક કાર્યકર પુરસ્કાર મેળવવા માટે આધાર પુરાવા સાથે અરજી કરી શકશે, કોઈ પણ સરકારી અથવા તો અર્ધસરકારી અને 100 ટકા સરકારી અનુદાનથી ચાલતી સંસ્થા આ પુરસ્કાર માટે અરજી કરી શકશે નહી, ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર સ્વૈચ્છિક સંસ્થા અને સામાજીક કાર્યકરને એક જ વખત મળવાપાત્ર છે.
પુરસ્કાર માટે પસંદગી/પદ્ધતિ/શરતોમાં ફેરફાર કરવાની સંપૂર્ણ સત્તા રાજ્ય સરકારની રહેશે અને પુરસ્કાર આપવા અંગે રાજ્ય સરકારનો નિર્ણય આખરી રહેશે. ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર મેળવવા માટે તે અંગેનું અરજી પત્રક મહિલા અને બાળ વિભાગની વેબસાઇટ www.wcd.gujarat.gov.in અને ગૂગલ ડ્રાઈવ https://drive.google.com/file/d/1GECZZ_RSTrWcNJznXrPVvJE-P2ARfI4/view?usp=drive_link ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.
જેમાં નિયત અરજી પત્રકમાં દર્શાવેલ વિગતો કાળજીપૂર્વક વાંચીને નિયત શરતો મુજબ આધાર પુરાવા સહિત અરજી 05 ડિસેમ્બર 2024 સુધી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી-ગીર સોમનાથ, જિલ્લા સેવા સદન, રૂમ નં. 337 થી 345, સેકન્ડ ફ્લોર, મું. ઈણાજ, તા.વેરાવળ, જિ.ગીર સોમનાથમાં ફરજીયાત આર.પી.એ.ડી કરવા જણાવવામાં આવ્યું છે. આ બાબતે વધુ માહિતી માટે (02876-285150) નંબર પર કચેરીનો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.
અહેવાલ: અતુલ કોટેચા