- ચોક બજાર કોઝવે પાસે પિતાએ જ કરી પુત્રીની હત્યા
- પિતાએ કામ બાબતે ઠપકો આપતાં બંને વચ્ચે બોલાચાલી થતાં પિતા એ માથાના ભાગે કુકર મારી કરી હત્યા
- પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરી
Surat :દીકરી પિતા માટે પોતાના કાળજાનો કટકો હોવાનું કહેવામાં આવે છે. જો કે આ ઉક્તિ સુરતમાં તદ્દન વિપરીત જોવા મળી હતી. અહીં એક પિતાએ જ પોતાની દીકરીને મોતના ઘાટ ઉતારી દીધી હતી. જેમાં ચોકબજાર વિસ્તારમાં આવેલા કોઝ વે પાસે એક પરિવાર રહે છે. જેમાં માતા-પિતા સહિત બે દીકરીઓ અને બે દીકરાઓ છે. જો કે, બીજા નંબરની 18 વર્ષની દીકરી છેલ્લા ઘણા સમયથી ઘરકામમાં સાથ સહકાર આપતી નહોતી. જેથી પરિવારમાં આ મુદ્દે અવારનવાર ઝઘડાઓ થતાં હતાં. આથી ઉશ્કેરાયેલા પિતાએ ગુસ્સામાં આવી જઈને બોલાચાલી બાદ કૂકરના ઘા દીકરીના માથે ઝીંકી દીધા હતાં. માથાના ભાગે દીકરીને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નીપજતા પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરી છે.
અનુસાર માહિતી મુજબ, સુરત ચોક બજારની ઘટના સામે આવી છે. ચોક બજાર કોઝવે પાસ પિતાએ પુત્રીની હત્યા કરી હતી. ત્યારે પિતાએ કામ બાબતે ઠપકો આપતાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન ગુસ્સામાં આવી જઈ પિતાએ પુત્રીને માથાના ભાગમાં કુકર ઘા દીકરીના માથે ઝીંકી દીધા હતાં. ત્યારે પુત્રીને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાય હતી. ત્યારે સારવાર દરમિયાન પુત્રીનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના મામલે પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરી છે.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય