- વિશ્ર્વ એઇડ્સ દિવસ ઉજવણી
- કાલે રેસકોર્ષ એથ્લેટીક ગ્રાઉન્ડ ખાતે જી.ટી. શેઠ હાઇસ્કુલના સથવારે છાત્રોની બે હજાર ફુટ લાંબી રેડ રિબન બનાવાશે
- રવિવારે સેમિનાર અને સોમવારે શહેરની જીલ્લાની 1પ00 શાળાના છાત્રો પોતાની શાળામાં રેડ રિબન બનાવાશે
- સોમવારે કણસાગરા મહિલા કોલેજ ખાતે કોલેજ છાત્રાઓની રેલી – સેમિનાર અને રેડ રિબન બનાવાશે
એઇડસ પ્રિવેન્સન કલબ દ્વારા એઇડસ દિવસની ઉજવણીના ભાગરુપે વિરાણી સ્કુલ ખાતે ધો. 9 થી 1ર ના 1100 છાત્રોની વિશાળ રેડ રિબન બનાવાય હતી. જેમાં હરેન્દ્રસિંહ ડોડીયા, આચાર્યના માર્ગદર્શન તળે રાજુભાઇ બામટા, સી.બી. માલાણી, જે.એમ. સરધારાએ જહેમત ઉઠાવી હતી. આ તકે અરુણ દવે, ચિરાગ ધામેચા, વિશાલ કમાણી હાજર રહ્યા હતા.
એઇડસ પ્રિવેન્સન કલબ દ્વારા કાલે શનિવારે રેસકોર્સ એથ્લેટીક ગ્રાઉન્ડમાં સવારે 9 કલાકે 1પ00 છાત્રોની બે હજાર ફુટ લાંબી રેડ રિબન જી.ટી. શેઠ સ્કુલના સથવારે યોજાશે. રવિવારે સવારે 10 કલાકે સ્કુલ ઓફ સાયન્સ ખંભાળા ખાતે રેલી, સેમીનાર, રિબન બનાવાશે.
સોમવારે સવારે 9 કલાકે શહેર જીલ્લાના 1પ00 શાળાના ધો. 9 થી 1ર ના છાત્રો પોતાની શાળામાં રેડ રિબન બનાવાશે. શિક્ષણાધિકારી કચેરીના સહયોગથી આ આયોજનમાં વિજ્ઞાન શિક્ષક એઇડસ ની સમજ આપશે. 31મી માર્ચ 2025 સુધીમાં બસોથી વધુ કાર્યક્રમો યોજાશે તેમ ચેરમેન અરુણ દવેએ જણાવેલ છે. મંગળવારે પંચશિલ સ્કુલ ખાતે કેન્ડલ લાઇટ રેડ રિબન સવારે 10 કલાકે યોજાશે.
સમાજના દરેક વર્ગે રાષ્ટ્રીય જનજાગૃતિમાં જોડાવા સંસ્થાએ અનુરોધ કર્યો છે. વિશેષ માહીતી હેલ્પલાઇન 98250 78000 ઉપરથી મળી શકશે.
રવિવારે સૌ નગરજનો રેડ રિબન પીન અપ કરીને ‘રેડ રિબન’ નગર બનાવો: અરૂણ દવે
એઇડસ જનજાગૃતિમાં સૌ નગરજનો અને સામાજીક શૈક્ષણીક સંસ્થા જોડાય એવો અનુરોધ ‘અબતક’ની વાતચીતમાં અરૂણ દવે કર્યો હતો. સંસ્થા દ્વારા છેલ્લા સાડા ત્રણ દાયકાથી એઇડસ જાગૃતિ કાર્યક્રમો યોજાય રહ્યા છે, જેમાં રાજકોટ જીલ્લા તંત્ર, મહાનગરપાલિકા, જીલ્લા પંચાયત, શિક્ષણ વિભાગ, ઇન્ડિયન મેડીકલ એસો. તથા લાયન્સ કલબ સહયોગ આપી રહ્યા છે.
વિરાણી સ્કુલ છેલ્લા 1પ વર્ષથી એઇડ્સ જાગૃતિ છાત્રોમાં: લાવે છે: હરેન્દ્રસિંહ ડોડીયા (આચાર્ય વિરાણી સ્કુલ)
વિરાણી સ્કુલ એઇડસ અંગેની છાત્રોમાં જાગૃતિ આવે તેવા શુભ હેતુથી છેલ્લા 1પ વર્ષથી આયોજન કરી રહી છે. રાષ્ટ્રીય જનજાગૃતિમાં અમારી શાળા અનેરા ઉત્સાહથી જોડાય છે. આજના દિવસે વિજ્ઞાન શિક્ષક દ્વારા ધો. 9 થી 1ર ના વિદ્યાર્થીઓને એઇડસ અંગેની વૈજ્ઞાનિક સમજ આપવામાં આવી હતી.