- પુત્રી જન્મ થતા માતા-પુત્રીને સાસરિયાએ તરછોડ્યા
- અગાઉ પણ ગર્ભ પરીક્ષણ કરીને ગર્ભપાત કરાવડાવ્યો હોવાના આક્ષેપ
- સાસુ, પતિ અને નણંદ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ
Junagadh : વાંઝાવડમાં નિમ્ન સ્તરની માનસિકતા જાહેર કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં દીકરીના જન્મ થવા બદલ માસુમ દીકરી અને તેની માતાને સાસરિયાઓ દ્વારા ત્રાસ આપવામાં આવતો હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. તેમજ લગ્ન થયા ત્યારથી જ મહિલાને શારીરિક તેમજ માનસિક રીતે ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ઉપરાંત અગાઉ પણ ગર્ભ પરીક્ષણ કરાવી દીકરી હોવાનું માલુમ પડતા અબોશન કરવા મજબુર કર્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. જે સમગ્ર ઘટનાને કારણે પીડિતાએ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે હાલ સાસુ, પતિ અને નણંદ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અનુસાર માહિતી મુજબ, સરકાર ગમે તેટલી બેટી બચાવો બેટી પઢાવોની જાહેરાતો કરે પરંતુ હજુ ઘણા લોકોની માનસિકતા બદલી નથી શકી, કારણકે હજી પણ સમાજમાં દીકરીને બોજ ગણનારાઓની સંખ્યા ઓછી નથી આવો જ એક કિસ્સો જુનાગઢમાં સામે આવ્યો છે. જ્યાં દીકરીનો જન્મ થતાં જ સાસરિયાઓએ માતાને પુત્રીને ઘરમાંથી કાઢી મૂકી હતી. ત્યારે આ મહિલા હાલ પોલીસ સ્ટેશનમાં પોતાને અને તેની દીકરીને ન્યાય મળે તે માટે પહોંચી હતી.
આ ઉપરાંત અગાઉ પણ એક વખત ગાયત્રી મેઘાણી ગર્ભવતી બની ત્યારે અગાઉ પણ ગર્ભ પરીક્ષણ કરાવી દીકરી હોવાનું માલુમ પડતા અબોશન કરવા મજબુર કર્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. અને ત્યારબાદ આ દીકરીનો જન્મ થયો હતો. ગાયત્રીનાં સાસરિયાઓ અંધશ્રધ્ધામાં માનતા હોવાના આરોપ ગાયત્રીએ લગાવ્યા છે અને બે દિવસ પહેલા જ્યારે પોતાના સાત વર્ષના દીકરાને મળવા જતા આશિષ અને તેમના સાસરિયાઓએ તેમને મળવા ન દીધી અને અપમાન કરી ત્યાંથી કાઢી મૂકી હતી. તેથી તેને દવા પી આપઘાત કરવાની કોશિશ કરી હતી.
આ સમગ્ર મામલાને લઈને ગાયત્રી મેઘાણીને ન્યાય મળે અને પોતાની દીકરીનું ભવિષ્ય ન બગડે તે માટે મહિલા પોલીસ સ્ટેશનમાં આશીષ મેઘાણી (પતિ), હિરા મેઘાણી (સાસુ), ભારતી મેઘાણી (નણંદ) સહિત કુલ 3 સામે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ દરમિયાન “દીકરી વ્હાલનો દરિયો” આ શબ્દો હજુ કેટલાક લોકો માટે અભિશાપ સમાન લાગે છે અને દીકરીને બોજ સમજે છે તેવી અંધશ્રધ્ધામાંથી બહાર આવતા જ નથી.
અહેવાલ : ચિરાગ રાજ્યગુરુ