- કલેકટરે આધાર કાર્ડ સેન્ટર પર ઉભા રહેલા લોકોની લીધી મુલાકાત
- ગ્રામ્ય મામલતદાર કચેરી ખાતે કલેકટરે કરી સર પ્રાઈઝ વિઝીટ
- KYC ની ધીમી કામગીરી અંગે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી
Morbi : આધારકાર્ડ KYC ને લઇને લોકોને પડતી તકલીફ મુદ્દે જીલ્લા કલેકટર કે બી ઝવેરી દ્વારા જ સવારના સમયે વહેલી સવારથી લાઇન ઉભેલા લોકોને મળ્યા અને સતત બીજી વખત આધારકાર્ડ બુથની મુલાકાત લઈ અને લોકોની તકલીફો જાણી અધિકારીને જરૂરી સૂચનાઓ આપી છે.
મોરબીમાં આધાર કાર્ડ KYC ને લઇને લોકોને પડતી હાલાકીની જીલ્લા કલેકટર કે બી ઝવેરી દ્વારા ગંભીરતા પૂર્વક નોંધ લેવામાં આવી હતી. અને આજે વહેલી સવારે કલેકટરે ગ્રામ્ય મામલતદાર કચેરી ખાતે સર પ્રાઈઝ વિઝીટ કરી હતી. જેમાં પ્રાંત અધિકારી અને મામલતદારને સાથે રાખી કલેકટરે આધાર કાર્ડ સેન્ટર પર લાઈનમાં ઉભેલા લોકોની સમસ્યાઓ સાંભળી હતી. અને આધાર કાર્ડ KYC ની ધીમી કામગીરી અંગે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. આધાર કાર્ડ KYC સેન્ટર આસપાસ ગંદકીને લઈને પણ સાફ સફાઈ એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરી નવી કંપનીને કોન્ટ્રાક્ટ આપવા તજવીજ હાથ ધરવા અંગે જણાવ્યુ હતુ.
અનુસાર માહિતી મુજબ, મોરબીમાં આધાર કાર્ડ KYC ને લઇને લોકોને પડતી હાલાકીની જીલ્લા કલેકટર કે બી ઝવેરી દ્વારા ગંભીરતા પૂર્વક નોંધ લીધી હતી અને આજે વહેલી સવારે મોરબી જિલ્લા કલેકટર કિરણ ઝવેરી મોરબી ગ્રામ્ય મામલતદાર કચેરી ખાતે વિઝીટ કરી હતી. જેમાં પ્રાંત અધિકારી અને મામલતદારને સાથે રાખી મોરબી જિલ્લા કલેકટર કે બી ઝવેરીએ આધાર કાર્ડ સેન્ટર પર લાઈનમાં ઉભેલા લોકોની સમસ્યાઓ ધ્યાનથી સાંભળી હતી અને આધાર કાર્ડ KYC ની ધીમી કામગીરી અંગે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી અને આધાર કાર્ડ KYC સેન્ટર આસપાસ ગંદકીને લઈને પણ સાફ સફાઈ એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરી નવી કંપનીને કોન્ટ્રાક્ટ આપવા તજવીજ હાથ ધરાશે તેવું જણાવ્યુ હતુ.
અહેવાલ : ઋષિ મહેતા