- સનાથલ ચોકડી પાસે ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
- આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો
- ફાયર વિભાગની 11 ગાડી ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો
Ahmedabad : ગુજરાતમાં એક પછી એક જગ્યાએ આગ લાગવાની ઘટનાઓ વધતી જઈ રહી છે. ત્યારે આજે ફરી અમદાવાદના સનાથલ ચોકડી પાસે ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી. મળતી માહિતી અનુસાર આ આગમાં ફાયર વિભાગની 11 ગાડી ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
અનુસાર માહિતી મુજબ, ગુજરાતમાં દિવસે દિવસે આગ લાગવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદના સનાથલ ચોકડી પાસે ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે. આ ઉપરાંત ગોડાઉનમાં આગ લાગતા જ આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. તેમજ દૂર દૂર સુધી ધુમાડો વધુ પ્રમાણમાં જોવા મળ્યા હતો.
ફાયર વિભાગની 11 ગાડી ઘટનાસ્થળે
સ્થાનિકો દ્વારા ફાયર વિભાગમાં જાણ થતાંની સાથે જ ફાયર વિભાગની 11 ગાડીઓ અને 6 અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ ઉપરાંત ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ પર કાબુ મેળવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. જો કે ફાયર વિભાગની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. આ દરમિયાન મળતી માહિતી અનુસાર હાલ આગમાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.
ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદ રાજકોટ હાઇવે પર આવેલા સનાથલ નજીક આદેશ આશ્રમની બાજુમાં ખુલ્લા પ્લોટમાં એક મોટું ભંગારનું ગોડાઉન આવેલું છે, તેમાં પ્લાસ્ટિક, રબર, પેપર, પસ્તી સહિતની ચીજ વસ્તુઓ હતી, જે ગોડાઉનમાં વહેલી સવાર આસપાસ આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા બોપલ થલતેજ અને પ્રહલાદ નગર સહિતના ફાયર સ્ટેશનમાંથી ગાડીઓ રવાના કરવામાં આવી હતી અને આગ ખૂબ જ ભીષણ હોવાના કારણે એક બાદ એક કુલ 11 ગાડીઓ અને 6 જેટલા અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
ફાયર બ્રિગેડના અધિકારીઓ અને જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી અને આગને કાબુમાં લીધી હતી. આ ઉપરાંત વધુ પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરીને ગોડાઉનમાં લાગેલી આગને કાબુમાં લીધી હતી. તેમજ પેપર અને રબર જેવા ભંગાર હોવાના કારણે આ વધારે ફેલાઈ ગઈ હતી. આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.