- જોગાસર તળાવ અને માન સરોવર તળાવને નર્મદાના નિરથી ભરવા માટેની કામગીરી હાથ ધરાઈ
- આ કાર્યક્રમમાં ધારાસભ્ય, નગરપાલિકા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
ધાંગધ્રા સર્કિટ હાઉસ ખાતે સિંચાઈ અને પીવાનાં પાણીનાં પ્રશ્નોની સમસ્યાના ઉકેલ અંગે સ્થાનિક અધિકારીઓ અને આગેવાનો સાથે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા સાથે બેઠક યોજાઈ હતી. જેમાં લોકોનાં પ્રશ્નો સાંભળી સંબધિત અધિકારીઓને યોગ્ય નિકાલ માટે સૂચના પણ આપી હતી. આ દરમિયાન નગરપાલિકાના પ્રમુખ અને તેમની સમગ્ર ટીમ દ્વારા ધારાસભ્ય પ્રકાશ વરમોરાને સાથે રાખીને મંત્રી કુવરજી બાવળિયાને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં આવનારા દિવસોમાં જોગાસર તળાવ તથા માન સરોવર તળાવને નર્મદાના નિરથી ભરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રકાશ વરમોરા, નાયબ કલેકટર હર્ષદીપ આચાર્ય, નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, પૂર્વ ધારાસભ્ય પરસોતમ સાબરીયા, ગ્રામ્ય વિસ્તારના સરપંચો, આગેવાનો સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
આ અંગે વિગતે વાત કરવામાં ધાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણી તેમજ સિંચાઈના પાણી,સૌની યોજના અંતર્ગત ગુજરાત રાજ્યના પાણી પુરવઠા,જળ સંપતિના મંત્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા ધ્રાંગધ્રા સર્કિટ હાઉસ ખાતે શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણી તેમજ સિંચાઈના પાણી,સૌની યોજના અંતર્ગત હાથ ધરાયેલ કામગીરી સંદર્ભે બેઠક યોજાઈ જેમાં ધારાસભ્ય,નાયબ કલેકટર,પૂર્વ ધારાસભ્ય,નગરપાલિકા પ્રમુખ, સહિત તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગનાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ ધાંગધ્રા સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજાઈ હતી ત્યારે આ બેઠક દરમિયાન સિંચાઈ અને પીવાનાં પાણીનાં પ્રશ્નોની સમસ્યાના ઉકેલ અંગે સ્થાનિક અધિકારીઓ અને આગેવાનો સાથે પણ બેઠક યોજી હતી. જેમાં લોકોનાં પ્રશ્નો સાંભળી સંબધિત અધિકારીઓને યોગ્ય નિકાલ માટે સૂચના પણ આપી હતી ત્યારે વિસ્તારના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, નાયબ કલેકટર હર્ષદીપ આચાર્ય, નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, પૂર્વ ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા, ગ્રામ્ય વિસ્તારના સરપંચો, આગેવાનો સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા,
ઐતિહાસિક તળાવને નર્મદાના નીરથી ભરવા કરાઈ રજૂઆત
ધાંગધ્રા શહેરના ઐતિહાસિક માનસરોવર તળાવ તથા જોગાસર તળાવને નર્મદાના નીરથી ભરવા માટે નગરપાલિકા પ્રમુખ કુલદીપ સિંહ ઝાલા અને તેમની સમગ્ર ટીમ દ્વારા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાને સાથે રાખીને મંત્રી કુવરજીભાઈ બાવળિયાને રજૂઆત કરવામાં આવી હતી જેમાં આવનારા દિવસોમાં જોગાસર તળાવ તથા માન સરોવર તળાવને નર્મદાના નિરથી ભરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું.
અહેવાલ: સલીમ ઘાંચી