- શાંતિનાથ જવેલર્સ શો રૂમમાં લૂંટ કરનાર ત્રણેય આરોપીઓની ધરપકડ
- એક આરોપીને સ્થાનિક લોકોએ ઝડપીને પોલીસના હવાલે કર્યો
- ચાંદીની 6 વીંટીની કરાઈ લૂંટ
સુરતના ભેસ્તાન વિસ્તારમાં શાંતિનાથ જવેલર્સ શો રૂમમાં લૂંટ કરનાર ત્રણેય આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. તેમાંથી એક આરોપીને સ્થાનિક લોકોએ ઝડપીને પોલીસના હવાલે કર્યો હતો. જયારે એક આરોપીને ક્રાઈમ બ્રાંચની ટીમે તો બીજા આરોપીને લીંબાયત પોલીસની ટીમે ઝડપી પાડ્યો છે. આ દરમિયાન ત્રણેય આરોપીઓએ શો રૂમ માલિક અને કર્મચારી પર હુમલો કરી લૂંટ કરી હતી. જેમાં જવેલર્સમાંથી ચાંદીની 4800 રૂપિયાની 6 વીંટીની લૂંટ કરાઈ હતી. જે મામલે પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સુરતના ભેસ્તાનમાં શાંતિનાથ જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ થઈ હતી. આ દરમિયાન બપોરના સમયે બે અજાણ્યા ઈસમોએ દુકાનમાં આવી દાગીના જોવાનો ઢોંગ કર્યો હતો. આ દરમિયાન આરોપીઓ એ દુકાનદારને ચપ્પુના ઘા મારી નાસી ગયા હતા. તેમજ આમિર ઇસાદ અંસારીને ઘટના સ્થળ પર જ સ્થાનિકોએ ઝડપી પાડી ભેસ્તાન પોલીસને સોંપ્યો હતો. આ ઉપરાંત દિલ નવાઝ માસુકની સુરત ક્રાઇમ બ્રાન્ચે મીઠી ખાડી પાસેથી ધરપકડ કરી હતી. આ ઉપરાંત અહેમદ રઝા અંસારીની લીંબાયત પોલીસે પદ્માવતી સોસાયટી ખાતેથી ધરપકડ કરી હતી. આ દરમિયાન ત્રણેય આરોપીઓને ગણતરીના કલાકો માં પોલીસે ધરપકડ કરી હતી.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય