સામાન્ય રીતે કોઈપણ દેશની વાત થાય તો તમે કલ્પના કરશો કે, મોટા-મોટા બિલ્ડીંગ હોય, ઓફિસો, મકાનો હોય અને લાખો લોકો વસતા હશે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, વિશ્વમાં એક એવો પણ દેશ છે જ્યાં માણસો કરતાં તો વધુ બિલાડીઓ રહે છે. આ દેશમાં રસ્તાઓ પર બહોળી સંખ્યામાં તમને બિલાડીઓ જોવા મળશે.
વિશ્વમાં ઘણા દેશો છે અને આ દેશોની પોતાની આગવી વિશેષતાઓ છે. ક્યાંક ક્યાંક સુંદર નજારો અને દિલ ખુશ કરી દે તેવી લોક સંસ્કૃતિ જોવા મળે છે. તેમજ દરેક દેશની પોતાની વિશેષતા હોય છે અને આ વસ્તુઓ સામાન્ય રીતે ત્યાં રહેતા લોકો દ્વારા વિકસાવવામાં આવે છે. જો કે, પૂર્વીય ભૂમધ્ય સમુદ્રમાં એક દેશ છે જે માણસોને કારણે નહીં, પરંતુ બિલાડીઓને કારણે વખણાઈ છે.
લેબનોનથી થોડે દૂર આવેલા દેશ સાયપ્રસની. તેમજ તેની ગણતરી વિશ્વના સૌથી ગીચ વસ્તીવાળા દેશોમાં થાય છે, પરંતુ આ સ્થળની ખાસ વાત એ છે કે અહીં બિલાડીઓની વસ્તી માણસો કરતાં વધારે છે. આ ઉપરાંત તમે દેશમાં કોઈપણ સંસ્થા અથવા જાહેર સ્થળે આરામ કરતી બિલાડીઓ જોઈ શકો છો અને અહીંના લોકો માટે આ એક સામાન્ય દૃશ્ય છે.
જો બ્રાઝિલના ઇલ્હા દા ક્વિમાડા ગ્રાન્ડેને સાપના ટાપુ તરીકે ઓળખવામાં આવે છે, તેવી જ સાયપ્રસને બિલાડીઓનો ટાપુ કહી શકાય. આ દરમિયાન સાયપ્રસમાં રહેતા લોકોની કુલ વસ્તી 12 લાખથી થોડી વધુ હોવાનું કહેવાય છે, પરંતુ અહીં રહેતી બિલાડીઓની વસ્તી 15 લાખની આસપાસ છે. તો કલ્પના કરો કે આ જગ્યાએ માણસો કરતાં 1-2 લાખ વધુ બિલાડીઓ રહે છે. તેમજ રસપ્રદ વાત એ છે કે અહીં વસતા લોકોને બિલાડીની હાજરીથી કોઈ સમસ્યા નથી, પરંતુ તેમની સાથે રહેવાની આદત પડી ગઈ છે. આ ઉપરાંત બિલાડીઓ સ્વિમિંગ પુલ, હોટલ અથવા શાળા અને કોલેજોની બહાર ટ્રીટની રાહ જોતી જોવા મળે છે.
આ સાથે વિશ્વમાં એક દેશ એવો પણ છે, જ્યાં રસ્તાઓ પર માણસો કરતાં તો તમને બિલાડીઓ વધારે જોવા મળશે. જાણીને નવાઈ લાગશે કે, આ દેશમાં માણસોથી વધારે સંખ્યામાં બિલાડીઓ રહે છે. એટલે જો તમે અહીં ફરવા જાઓ છો તો તમને રોડ-રસ્તાઓ પર માણસો કરતાં બિલાડીઓ જોવા મળશે. તેમજ આ બિલાડીઓ માણસો સાથે હળીમળીને રહે છે. આ ઉપરાંત આ ટાપુને “કેટ્સ આઇલેન્ડ” પણ કહેવામાં આવે છે.