- વ્યવસાયિક કૌશલ્ય ટ્રેનીંગ સેન્ટર સોલાર પેનલ ઈન્સ્ટોલેશન ક્રોષૅ દ્વારા વડનગર ગામ ખાતે ટ્રેનિંગ સેન્ટરનો શુભારંભ
- મોટી સંખ્યામાં લોકો ટ્રેનિંગ લેવા માટે જોડાયા
- કંપનીના અલગ અલગ કર્મચારીઓ દ્વારા અને તેના દ્વારા માહિતી અને માર્ગદર્શન અપાયું
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના વડનગરની ગ્રામ પંચાયત કચેરી ખાતે ટ્રેનિંગ સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં સરપંચ રમેશ ચૌધરી, તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન, સોશિયલ એક્સપોર્ટ, ડાયરેક્ટર પ્રોબિરિશજ એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ, તેમજ બ્લુ પાઈના એનર્જી દ્વારા સી.એ.આર અંતર્ગત વ્યવસાયિક કૌશલ્ય ટ્રેનીંગ સેન્ટર સોલાર પેનલ ઈન્સ્ટોલેશન ક્રોષૅ દ્વારા ટ્રેનિંગ સેન્ટરનો શુભારંભ કરાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં નોકરી મેળવવા સોલારમાં માગતા લોકો ટ્રેનિંગ લેવા માટે જોડાઈને ઉદ્ઘાટનમાં હાજરી આપી હતી. આ પ્રસંગે કંપનીના અલગ અલગ કર્મચારીઓ દ્વારા માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. લોકોને પોતાના ઘર આંગણે રોજગારી મળી રહે તે હેતુસર ટ્રેનિંગ આપવામાં આવી હતી.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના વડનગર ગામ ખાતે ગ્રામ પંચાયત કચેરી ખાતે ગામના સરપંચ રમેશ ચૌધરીની ઉપસ્થિતિમાં અને તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રવણભાઈની ઉપસ્થિતિમાં અને સુચિત્રા મેડમ સોશિયલ એક્સપોર્ટ અને શિવ ધર દુબે ડાયરેક્ટર પ્રોબિરિશજ એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ અને સુમિત સાગર અને શુભમ કૌશલ અને ભગવાન ટેનર અને બ્લુ પાઈના એનર્જી દ્વારા સી એ આર અંતર્ગત વ્યવસાયિક કૌશલ્ય ટ્રેનીંગ સેન્ટર સોલાર પેનલ ઈન્સ્ટોલેશન ક્રોષૅ દ્વારા વડનગર ગામ ખાતે ટ્રેનિંગ સેન્ટર નો શુભારંભ કરવામાં આવ્યો હતો.
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના વડનગર ગામ ખાતે મોટી સંખ્યામાં નોકરી મેળવવા સોલારમાં માગતા લોકો ટ્રેનિંગ લેવા માટે જોઈન્ટ થયા હતા અને ટ્રેનિંગની ઉદ્ઘાટનમાં હાજરી આપી હતી આ પ્રસંગે કંપનીના અલગ અલગ કર્મચારીઓ દ્વારા અને તેના દ્વારા માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું લોકોને પોતાના ઘર આંગણે રોજગારી મળી રહે તે હેતુસર ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. સોલાર કંપનીની અંદર લોકો નોકરી કરી પોતાની રોજગારી મેળવી શકે અને પોતાનું જીવન સરસ મજાનું જીવી શકે તેના માટેનું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ગામ લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા.