- બામણબોર અને બગોદરા પર આવેલા ટોલનાકાની જગ્યાએ હવે ચાર ટોલનાકા બનાવાશે
- 1 એપ્રિલ, 2025થી ચારેય ટોલનાકા પર ટેક્સ વસૂલવામાં આવશે
- અમદાવાદ-રાજકોટ હાઈવેને 3350 કરોડ રૂપિયાથી વધુ ખર્ચે સિક્સલેન બનાવાયો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલા બંને ટોલનાકા નીકાળી દેવામાં આવશે અને આશરે 201 કિલોમીટરના હાઈવે પર નવી જગ્યાએ 4 નવા ટાલનાકા બનાવવામાં આવશે. આ સમગ્ર મામલે નાણાપંચને રોડ અને મકાન ખાતા દ્વારા દરખાસ્ત મોકલવામાં આવી છે.
અમદાવાદ-રાજકોટ હાઈવેને 3350 કરોડ રૂપિયાથી વધુ ખર્ચે સિક્સલેન બનાવાયો હતો. આ ઉપરાંત તેમાં બામણબોર અને બગોદરા પર આવેલા ટોલનાકાની જગ્યાએ હવે 4 ટોલનાકા બનાવાશે. એમાંથી 3 નું તો બેઝિક સ્ટ્રક્ચર ઊભું કરી દેવાયું છે, આ દરમિયાન 1 એપ્રિલ, 2025થી ચારેય ટોલનાકા પર ટેક્સ વસૂલવામાં આવશે. આ સાથે કારને ફ્રી મુસાફરી બંધ થવાની શક્યતા છે.
આ ચાર જગ્યાએ બનાવાશે ટોલનાકા
પહેલું ટોલનાકુ બાવળાથી 12 કિલોમીટર દૂર ભાયલા ગામ પાસે, બીજું બગોદરા-લીંબડી વચ્ચે ટોકરાળા ગામ પાસે, ત્રીજું સાયલી-ચોટીલા વચ્ચે ઢેઢુંકી ગામ પાસે અને ચોથું ટોલનાકુ રાજકોટથી આઠ કિલોમીટર પહેલા માલિયાસણ ગામ પાસે બનાવામાં આવશે. આ ઉપરાંત રાજ્યના રોડ અને મકાન ખાતા દ્વારા નાણાપંચને દરખાસ્ત મોકલવામાં આવી છે, ત્યારે નવા ટોલનાકાને લઈને વિચારણ કર્યા બાદ નાણાપંચ દ્વારા કેન્દ્ર સરકારમાં મોકલવામાં આવશે.
3350 કરોડનો ખર્ચ
આ અંગેની દરખાસ્ત માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાજ્યના નાણાપંચને પણ મોકલી દેવામાં આવી છે. રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવેનું કામ પણ હવે પૂર્ણ થવાના આર છે. રોડ બનાવનાર એજન્સી પાસે પણ ડિસેમ્બર-2024ની આખરી મુદત છે, આ વિકાસકાર્યો માટે સરકારે 3350 કરોડનો ખર્ચ કર્યો છે.