- જેતપુરમાં આંતર રાષ્ટ્રીય આઘ્યાત્મિક પ્રવકતા બી.કે. શિવાની દીદીએ જીવનની વિવિધ અડચણો વિશે આપ્યું મોટીવેશન
બ્રહ્માકુમારી આંતરરાષ્ટ્રીય અધ્યાત્મિક પ્રવક્તા બી કે શિવાની દીદી દ્વારા જેતપુર ની જાહેર જનતાને શાંત મન તંદુરસ્ત તન વિષય પર વક્તવ્ય આપવામાં આવ્યું. વિવાહ પાર્ટી પ્લોટ જેતપુરમાં મોટીવેશનલ સ્પીકર શિવાની દીદી દ્વારા શાંત મન તંદુરસ્ત તન વિષય પર સાંસારિક સમસ્યાઓનો ઉકેલ તેમજ મોટીવેશન દ્વારા મનની શાંતિ તથા પોઝિટિવ વિચાર તનની તંદુરસ્તી માટે જીવનમાં આવતી અડચણનું કઈ રીતે સમાધાન કરવું તે અંગે વિસ્તૃત માહિતી અપાઈ.
કાર્યક્રમની શરૂઆત દરમિયાન જયેશભાઈ રાદડિયા ધારાસભ્ય જેતપુર. રાજુભાઈ હિરપરા અગ્રણી, જેન્તીભાઈ રામોલિયા, વિરજીભાઈ વેકરીયા, બાબુભાઈ દોંગા, અશોકભાઈ રાદડિયા વિવિધ શહેરથી આવેલ બ્રહ્માકુમારી બહેનો ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત આધ્યાત્મિક ગાયિકા ડો. દામિની બ્રહ્માકુમારીમાં આધ્યાત્મિક ગીતો દ્વારા થઈ હતી. જેતપુર સેવા કેન્દ્રના સંચાલિકા બ્રહ્માકુમારી શાંતુબેન દ્વારા સ્વાગત પ્રવચન તથા શિવાનીદીદી નો પરિચય આપવામાં આવ્યો હતો ત્યારબાદ સર્વે ઉપસ્થિત મહાનુભવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.
દીવ કલેકટર રાહુલ દેવ બુરા, ઉના ધારા સભ્ય કે.સી.રાઠોડ, તથા દીવ ઉના ના રાજનેતાઓ સંતો મહંતો, આગેવાનો વિવિધ શહેર થી આવેલ બ્રહ્માકુમારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા, સમગ્ર કાર્યક્રમની શરૂઆત આધ્યાત્મિક ગીતોની લેખિકા અને ગાયીકા એવા બ્ર.કુ. ડો. દામિનીબહેન દ્વારા આધ્યાત્મિક ગીતો સાથે થઈ હતી, શિવાનીદીદી એ સારા વિચાર સુખમય સંસાર ને લઈ આધ્યાત્મિક નુસ્ખાઓ આપ્યા આજ ના આધુનિક જમાના પ્રમાણે અનેક ખરાબ આદત છોડાવવી, મન પર જીત મેળવવા મોબાઈલ વગેરે થી દુર રહેવું આજ લોકો મોબાઈલ ના ગુલામ થઈ ગયા છે, જે આપણા દિલ દિમાગ પર હાવી નહિ થવા દેવો, મોબાઈલ ને લીધે મન, સંબંધ, બાળકો વગેરે પર અસર થઈ રહી છે.