વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ આજે જાહેર થશે. પાલનપુર ખાતે આવેલી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી કરવામાં આવી છે. જે 23 રાઉન્ડમાં પૂર્ણ થશે. કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત, ભાજપના સ્વરૂપજી ઠાકોર અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો છે.
ગુજરાતની બનાસકાંઠા જિલ્લાની હાઈપ્રોફાઈલ બનેલી વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની મતગણતરી 8 વાગ્યે શરૂ થઈ ગઈ છે. બનાસકાંઠાની વાવ બેઠકની પેટા ચૂંટણીનું આજે પરિમાણ જાહેર થશે. જેમાં ત્રિપાંખિયો જંગની આ બેઠક ભાજપ અને કોંગ્રેસ માટે વટનો સવાલ છે. તો અપક્ષના માવજી પટેલ જીત સાથે અલગ સરપ્રાઈઝ આપવા માંગે છે.સ્વરૂપજી ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત અને માવજી પટેલમાંથી કોણ મેદાન મારશે તેની પર સૌની નજર છે.
કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે જીતની આશા વ્યક્ત કરી
વાવ બેઠક અત્યાર સુધી કોંગ્રેસનો ગઢ ગણવામાં આવી છે. ગેનીબેન ઠાકોર બે ટર્મ સુધી ચૂંટાયા હતા. અને તેઓ સાંસદ બનતા બેઠક ખાલી પડી હતી.કોંગ્રેસને એટલે જ ભરપૂર અપેક્ષા છે કે વાવની જનતા ફરી કોંગ્રેસના જ ઉમેદવારને તક આપશે. 13 નવેમ્બરે થયેલા મતદાનમાં લોકોએ કોંગ્રેસને જ પસંદ કર્યા છે.
આ બેઠક પર કોણ જીતશે તેના પર સૌની મીટ
અત્રે ઉલ્લેખનીય છે કે ગેની ઠાકોરની ખાલી પડેલી વિધાનસભા બેઠક પર 13મી નવેમ્બર, 2024ના રોજ ચૂંટણી યોજાઈ હતી. જેમાં ત્રિપાંખિયો જંગ જોવા મળ્યો હતો. ભાજપના સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષમાંથી માવજી પટેલ વચ્ચે મુખ્ય જંગ છે. ત્યારે આ બેઠક પર કોણ જીતશે તેના પર સૌની મીટ મંડાઈ છે.
વાવ પેટા ચૂંટણીના પરિણામની LIVE UPDATES
- ગુજરાત વિધાનસભાની વાવ બેઠક પર પ્રથમ રાઉન્ડના અંતે કોંગ્રેસના ઉમેદવાર 251 મતોથી આગળ
- કોંગ્રેસના ગુલાબસિંહ સતત ત્રીજા રાઉન્ડમાં આગળ
- વાવ મતગણતરીમાં ત્રીજા રાઉન્ડમાં પણ કોંગ્રેસ આગળ
- વાવ મતગણતરીમા ગુલાબસિંહ 1166 મતોથી આગળ
- ત્રીજા રાઉન્ડમાં ભાજપને : 3689 મત
- કોંગ્રેસને : 4558 મત
અપક્ષને : 1710 મત
ગુજરાત વિધાનસભાની વાવ બેઠક પર ત્રીજા રાઉન્ડના અંતે કોંગ્રેસ 1173 મતોથી આગળ
Vav seat by-election result 2024 : કોંગ્રેસના ગુલાબસિંહ ત્રીજા રાઉન્ડના અંતે આગળ
- બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પર, ત્રીજા રાઉન્ડના અંતે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત 1166 મત આગળ ચાલી રહ્યાં છે. કોંગ્રેસને 4558, ભાજપના સ્વરૂપજીને 3689 અને અપક્ષ માવજી પટેલને 1710 મત મળ્યાં છે.
- વાવ બેઠકની મત ગણતરીના ચાર રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે. કોંગ્રેસ 16675 મત, ભાજપ 15266 મત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલને 7010 મત મળ્યા છે. કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત 1410 મતથી આગળ ચાલી રહ્યા છે.
વાવ પેટા ચૂંટણીના મત ગણતરીનો પાંચમો રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યો છે. - કોંગ્રેસને 22, 298 મત, ભાજપને 19,677 મત અને અપક્ષને 7,518 મત મળ્યા છે. કોંગ્રેસ 2716 મતથી આગળ છે.વાવ બેઠક પર કોંગ્રેસ સતત આગળ
કોંગ્રેસના ગુલાબસિંહ સતત 6ઠ્ઠા રાઉન્ડમાં પણ આગળ - 6 રાઉન્ડના અંતે કોંગ્રેસના ગુલાબસિંહ 7610 મતોથી આગળ
- છઠ્ઠા રાઉન્ડના અંતે ભાજપને 2395 મત મળ્યા
- છઠ્ઠા રાઉન્ડના અંતે કોંગ્રેસને 7384 મત મળ્યા
કોંગ્રેસના ગુલાબસિંહ સતત 7મા રાઉન્ડમાં પણ આગળ
- 7 રાઉન્ડના અંતે કોંગ્રેસના ગુલાબસિંહ 11442 મતથી આગળ
- 7મા રાઉન્ડમાં ભાજપને 2637 મત મળ્યા
- 7મા રાઉન્ડમાં કોંગ્રેસને 6470 મત મળ્યાકોંગ્રેસના ગુલાબસિંહ સતત 8મા રાઉન્ડમાં પણ આગળ
- 8 રાઉન્ડના અંતે ગુલાબસિંહ 12665 મતથી આગળ
- 8મા રાઉન્ડમાં ભાજપને 3310 મત મળ્યા
8મા રાઉન્ડમાં કોંગ્રેસને 4531 મત મળ્યા
કોંગ્રેસના ગુલાબસિંહ સતત 8મા રાઉન્ડમાં પણ આગળ
વાવની રેસમાં કોંગ્રેસના ગુલાબસિંહ સતત 9મા રાઉન્ડમાં પણ આગળ ચાલી રહ્યા છે.
- વાવમાં કોંગ્રેસની 10માં રાઉન્ડ અંતે લીડમાં ઘટાડો
10 રાઉન્ડના અંતે ગુલાબસિંહ 12317 મતથી આગળ
- વાવમાં ખીલતું ગુલાબ, મુરઝાતું કમળ, માવજીએ ખેલ બગાડ્યો!
વાવમાં સતત 11 રાઉન્ડના અંતે ગુલાબસિંહ 12814 મતથી આગળ છે. ભાભરના મતદારોનો મૂડ વાવનું ભાવિ નક્કી કરશે. શહેરી મતોની પેટી ખુલતાં ખબર પડશે અસલી ખેલ. અત્યારે સુઈગામ વિસ્તારના મતોની ગણતરી થઈ રહી છે. 14મા રાઉન્ડ બાદ ભાજપ – કોંગ્રેસની ધડકન વધી શકે છે. 14મા રાઉન્ડ બાદ ખરાખરીનો ખેલ શરૂ થઈ શકે છે.
કોંગ્રેસના ગુલાબસિંહ સતત 12મા રાઉન્ડમાં આગળ
કોંગ્રેસના ગુલાબસિંહ સતત 12મા રાઉન્ડના અંતે આગળ
12 રાઉન્ડના અંતે ગુલાબસિંહ 12, 967 મતથી આગળ
કોંગ્રેસના ગુલાબસિંહ સતત 13મા રાઉન્ડના અંતે આગળ
વાવમાં કોંગ્રેસના ગુલાબસિંહ સતત 13મા રાઉન્ડના અંતે 13,978 મતથી આગળ
કોંગ્રેસના ગુલાબસિંહ સતત 14મા રાઉન્ડના અંતે આગળ
બનાસકાંઠાની વાવ બેઠકની પેટા ચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે. 14 રાઉન્ડના અંતે ગુલાબસિંહ 14,102 મતથી આગળ.
- કોંગ્રેસના ગુલાબસિંહ સતત 16મા રાઉન્ડના અંતે આગળ
વાવ બેઠકની પેટા ચૂંટણીનું આજે મત ગણતરી ચાલી રહી છે. કોંગ્રેસના ગુલાબસિંહ સતત 16મા રાઉન્ડના અંતે આગળ ચાલી રહ્યા છે. 16 રાઉન્ડના અંતે ગુલાબસિંહ 12537 મતથી આગળ.
- વાવમાં 17મા રાઉન્ડમાં ભાજપે કોંગ્રેસની લીડ કાપી
વાવમાં 17માં રાઉન્ડમાં ભાજપે 2133 મતની લીડ કાપી છે. કોંગ્રેસના ગુલાબસિંહ સતત 17મા રાઉન્ડના અંતે આગળ, 17 રાઉન્ડના અંતે ગુલાબસિંહ 10404 મતથી આગળ ચાલી રહ્યા છે.
- વાવમાં કમળ ખીલશે કે ગુલાબ
વાવમાં 18મા રાઉન્ડમાં ભાજપે કોંગ્રેસની લીડ કાપી
18માં રાઉન્ડમાં ભાજપે 2235 મતની લીડ કાપી
18 રાઉન્ડના અંતે કોંગ્રેસના ગુલાબસિંહ 8081 મતથી આગળ
લાઈવ ન્યુઝ અપડેટ કરી રહ્યા છીએ…